Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોની મંજુરીથી ધરણા થઇ રહ્યા છે : દિલ્હી હાઈકોર્ટનો પ્રશ્ન

દિલ્હીમાં ધરણા પ્રદર્શનના રાજકારણનો મામલો દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહ્યો છે. અચોક્કસ ઉપવાસના છઠ્ઠા દિવસે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની તબિયત લથડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ કહ્યું હતું કે, લોહીમાં તેમનું કેટોન સપાટી ૭.૪ થઇ ગઇ છે. આરોગ્ય ચકાસણી રાજનિવાસ ખાતે કરવામાં આવી ત્યારે તેમના લોહીમાં કેટોનની સપાટી ૭.૪ રહી હતી. રાજનિવાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના કેબિનેટના મંત્રીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈનને એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની તબિયત પણ બગડી ગઈ છે. તબીબોનું કહેવું છે કે, જૈનની તબિયત હવે સ્થિર છે. બીજી બાજુ તેમના પરિવારના સભ્યો અને કેટલાક આમ આદમી પાર્ટીના લોકો તેમની સાથે જોડાયેલા છે. કેજરીવાલ અને શ્રમ પ્રધાન ગોપાલરાય પણ રાજનિવાસની અંદર છે. અલબત્ત તેઓ ઉપવાસ ઉપર નથી. એએપી દ્વારા સામૂહિક પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. બે પ્રધાનોની હાલત ખરાબ થઇ ગઇ છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના મંત્રીઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવાને લઇને મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. હાઈકોર્ટે આજે કેટલાક વેધક પ્રશ્નો કર્યા હતા. ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની અરજી ઉપર સુનાવણી ચલાવતી વેળા દિલ્હી હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, ધરણા પ્રદર્શન કરતા પહેલા એલજીની મંજુરી કેમ લેવામાં આવી ન હતી. ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીઓના ધરણાને ખતમ કરવા માટે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ મામલાનો ઉકેલ આવવો જોઇએ. મામલાની વધુ સુનાવણી હવે ૨૨મી જૂનના દિવસે કરવામં આવશે. દિલ્હી સરકારના વકીલે કોર્ટમાં તર્ક આપતા કહ્યું હતું કે, આઈએએસ અધિકારીઓએ મિટિંગમાં હાજરી નહીં આપવાની વાત સ્વીકારી લેવામાં આવી છે. આના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, ધરણા પ્રદર્શન ઉપર નેતાઓ બેસી ગયા છે. ધરણા પ્રદર્શન કરવાની મંજુરી કોણે આપી છે. આના જવાબમાં દિલ્હી સરકારના વકીલે કહ્યું છે કે, આ કોઇનો વ્યક્તિગત નિર્ણય છે. આ બંધારણીય નિર્ણય છે કે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો. હાઈકોર્ટે એલજીની ઓફિસમાં ધરણા પ્રદર્શનને લઇને આક્રમક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, આ ધરણા નથી. કોઇની ઓફિસમાં ઘુસીને હડતાળ અથવા ધરણા કરી શકાય નહીં. કેબિનેટની મંજુરીથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેમ તેવા પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા આઠ દિવસથી કેજરીવાલ અને દિલ્હી કેબિનેટના મંત્રી ધરણા ઉપર બેઠેલા છે.બીજી બાજુ એવા સમાચાર મળ્યા છે કે, અરવિંદ કેજરીવાલે પોતાના ઉપર એક મહત્વની બેઠક બોલાવી છે જેમાં મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.

Related posts

वेंकैया के शपथ समारोह में नहीं आए कांग्रेसी मुख्यमंत्री

aapnugujarat

સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટ્યો

aapnugujarat

‘कैलाश मानसरोवर यात्रा’, विदेश मंत्री ने रवाना किया पहला जत्था

aapnugujarat

Leave a Comment

UA-96247877-1