Aapnu Gujarat
રમતગમત

બ્રાઝિલ-સ્વીત્ઝર્લેન્ડ વચ્ચેની મેચ ડ્રો

ફિફા વર્લ્ડ કપમાં ગઇકાલે રવિવારના દિવસે ચાર મેચો રમાઇ હતી. પરંતુ પરિણામોને લઇને ફુટબોલ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કારણ કે એકબાજુ વર્તમાન ચેમ્પિયન અને ફીફા વર્લ્ડ કપ માટે સૌથી પ્રબળ દાવેદાર જર્મનીની તેની પ્રથમ મેચમાં મેક્સિકોની સામે હાર થઇ હતી. મેક્સિકોએ ૧-૦થી જીત મેળવી લીધી હતી. જ્યારે રોસ્તોવ ઓલ ડોન ખાતે રમાયેલી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલની સ્વીત્ઝર્લેન્ડની સામે તેની મેચ ૧-૧થી ડ્રો રહી રહી હતી. બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારનો ફ્લોપ શો રહ્યો હતો. બ્રાઝિલ માટે એકમાત્ર ગોલ ૨૦મી મિનિટમાં કોલિહ્નોહ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વીસ તરફથી એકમાત્ર ગોલ સ્ટીવન જુબર દ્વારા કરવામાં આવ્યો હતો. છેલ્લી ઘડીએ નેમારને પણ ફ્રી કિક મળી હતી પરંતુ તે ગોલમાં ફેરવી દેવામાં સફળ રહ્યો ન હતો. વિશ્વ કપમાં વર્ષ ૧૯૭૮ બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ તેની પ્રથમ મેચ જીતવામાં સફળ રહી નથી. ફિટનેસને લઇને શંકા વચ્ચે નેમાર મેદાનમાં ઉતરતા ચાહકો રોમાંચિત દેખાયા હતા. બીજી બાજુ જર્મનીની મેક્સિકોની સામે હાર થતા તેની સામે હવે પડકારો વધી ગયા છે. જર્મનીની ટીમ વર્લ્ડ ચેમ્પિયન જેવી રમતી નજરે પડી ન હતી. હાલમાં ખેલાડી ફોર્મમાં દેખાઇ રહ્યા નથી. લોજેનોએ ગોલ કરીને મેક્સિકોની છાવણીમાં ખુશીનુ મોજુ ફેલાવી દીધુ હતુ. શનિવારના દિવસે મોડી રાત્રે રમાયેલી ગ્રુપ સીની એક મેચમાં ડેનમાર્કે પેરુ પર ૧-૦થી જીત મેળવી હતી. ડેનમાર્ક તરફથી એકમાત્ર ગોલ યુસુફ પોલસને ૫૯મી મિનિટમાં કર્યો કર્યો હતો. આની સાથે જ ડેનમાર્કે તેની શાનદાર શરૂઆત કરી હતી. તે પહેલા સ્ટ્રાઈકર પોલ પોગ્બા દ્વારા ૮૧મી મિનિટમાં કરવામાં આવેલા શાનદાર ગોલન મદદથી પૂર્વ વિજેતા ફ્રાન્સે કજાન એરીના ખાતે રમાયેલી ગ્રુપ-સીની એક મેચમાં ઓસ્ટ્રેલિયા પર ૨-૧થી જીત મેળવીને વર્લ્ડકપમાં પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરી હતી. ફ્રાન્સ માટે એન્ટોનીયો ગ્રીઝમેને ૫૮મી મિનિટમાં અને પોગ્બાએ ૮૧મી મિનિટમાં ગોલ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મિલે જેડીનેકે ૬૨મી મિનિટમાં ગોલ કર્યો હતો. ગ્રીઝમેન અને જેડીનાકે પેનલ્ટી મારફતે ગોલ કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રશિયામાં શરૂ થયેલા ફીફા વર્લ્ડ કપમાં રોમાંચ મેચોનો દોર જારી રહ્યો છે. ગ્રુપ ડીની મેચમાં લિનોનેલ મેસ્સીએ ફરી એકવાર નબળી રમત રમી હતી. જેના કારણે આર્જેન્ટિનાની ટીમ આઇસલેન્ડ સામે મેચ જીતી શકી ન હતી. આ મેચ ૧-૧ ગોલથી બરોબર રહી હતી. નવી ટીમ આઇસલેન્ડે જોરદાર રમત રમીને તમામને રોમાંચિત કરી દીધા હતા. ગયા વખતની રનર્સ અપ અને વિશ્વની પાંચમાં નંબરની ટીમ આર્જેન્ટિનાને મેચ ડ્રો થતા એક પોઇન્ટથી સંતોષ માનવાની ફરજ પડી હતી.
ફીફા વર્લ્ડ કપમાં રોમાંચક મેચ જારી રહી છે. તાજેતરના વર્ષોમાં સ્પેનની ટીમ પણ પ્રમાણમાં નબળી પડી છે. લિયોનેલ મેસ્સી ફ્લોપ રહેતા ચાહકો નિરાશ થયા હતા. ફીફા વર્લ્ડ કપમાં મેક્સિકોએ જીત સાથે શરૂઆત કરી છે. જ્યારે જર્મની, બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવી ટીમો તેમની પ્રથમ મેચો જીતી શકી નથી. જેથી આશ્ચર્ય જોવા મળે છે.

Related posts

अमेरिकी ओपन क्वालीफाइंग टूर्नामेंट के दूसरे दौर में पहुंचे सुमित नागल

aapnugujarat

भारत के खिलाफ हम ‘अंडरडॉग’ : पोलार्ड

aapnugujarat

भारत के विश्व कप प्रदर्शन की समीक्षा करेगा सीओए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1