Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

TCS બોર્ડની ૧૬૦૦૦ કરોડના શેરના બાયબેકને લીલીઝંડી

આઈટીની મહાકાય કંપની ટીસીએસ બોર્ડે ૧૬૦૦૦ કરોડ સુધી શેર બાયબેકને લીલીઝંડી આપી દેતા આની સીધી અસર બજાર ઉપર જોવા મળી હતી. ટીસીએસના શેરની કિંમત ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન પ્રતિ શેર ૧૮૪૯ની નવી ઉંચી સપાટી ઉપર પહોંચી હતી. બોર્ડે ૨૧૦૦ રૂપિયા પ્રતિ શેરની કિંમતમાં ૭૬.૧૯ મિલિયન ઇક્વિટી શેર બાયબેક કરવાની દરખાસ્તને લીલીઝંડી આપી હતી. ટીસીએસના શેરમાં કારોબારના અંતે ઉંચી સપાટી જોવા મળી હતી. ટેન્ડર ઓફર મારફતે આ શેર ફરી ખરીદવાની તૈયારી દર્શાવવામાં આવી છે. ટીસીએસના શેરમાં અંતે ૨.૭૫ ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેના શેરની કિંમત બીએસઈમાં ૧૮૪૧.૪૫ રહી હતી. બાયબેકની યોજનાના લીધે કારોબારીઓ પણ ઉત્સાહિત દેખાયા હતા. ૧૬૦૦૦ કરોડ રૂપિયા સુધીની કિંમતના શેર ફરીથી ખરીદી લેવાની દરખાસ્તને બોર્ડે લીલીઝંડી આપી હતી. સ્ટોક એક્સચેંજ ફાઇલિંગમાં આ અંગેની માહિતી આપી દેવામાં આવી છે. દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપનીનું કહેવું છે કે, આકર્ષક કિંમતો કંપનીના ૭૬૧૯૦૪૭૬ ઇક્વિટી શેર ખરીદી લેવાની દરખાસ્તને આજે લીલીઝંડી આપવામાં આવી હતી. ૨૧૦૦ રૂપિયા પ્રતિશેરમાં આ ખરીદી કરવામાં આવનાર છે. ખાસ ઠરાવ પસાર કરીને મેમ્બરો દ્વારા બાયબેકને લીલીઝંડી અપાઈ હતી. ટીસીએસનું કહેવું છે કે, પોસ્ટલ બેલોટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. પ્રક્રિયાની જાહેરાત, સમય મર્યાદા અને અન્ય જરૂરી વિગતો બાયબેક ઠરાવની સાથે ટૂંકમાં જ જાહેર કરવામાં આવશે. તેના ચોથા ત્રિમાસિક કમાણીના ગાળા દરમિયાન ટીસીએસના સીઈઓ રાજેશ ગોપીનાથને કહ્યું હતું કે, કંપનીનો ઇરાદો બાયબેક માટેનો રહેલો છે. ગયા વર્ષે ટીસીએસે ૧૬૦૦૦ કરોડના મેગા બાયબેકની ઓફર હાથ ધરી હતી. ૨૮૫૦ પ્રતિ શેરની કિંમતમાં ૫.૬૧ કરોડ શેર બાયબેક કરી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮માં ટીસીએસે ડિવિડંડ અને બાયબેકમાં શેર ધારકોને ૨૬૮૦૦ કરોડ પરત આપી દીધા હતા. સંપૂર્ણ નાણાંકીય વર્ષમાં ઓપરેશનમાંથી ટીસીએસનો નેટ રોકડનો આંકડો ૨૮૧૬૦ કરોડ રહ્યો હતો જ્યારે ફ્રી કેશ ફ્લોનો આંકડો ૨૬૩૬૦ કરોડ રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ટીસીએસની બાયબેકની યોજનાને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસે પ્રથમ ક્રમાંક હાસલ કરવામાં પહેલાથી જ સફળતા મેળવી છે. અગાઉ બાયબેકની યોજના અમલી કરવામાં આવ્યા બાદ કારોબારીઓ પણ આશ્ચર્યચકિત થયા હતા. કોર્પોરેટ જગતમાં તેમની આ યોજનાની નોંધ લેવામાં આવી હતી અને ટીસીએસની માર્કેટ મૂડી અતિ ઝડપથી વધી હતી.

Related posts

એમએસપી શું છે તે ૭૦ ટકા ખેડુતો જાણતા નથી : અહેવાલ

aapnugujarat

ઝાયડસે કોવિડ-19ની દવાનો આજે પહેલો ડોઝ આપવામાં આવ્યો

editor

अब हवाई सेवा से जुडेंगे उत्तरप्रदेश के सभी छोटे शहर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1