Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઉત્તરપ્રદેશમાં મોટી સંખ્યામાં વિમાની કંપનીઓનો ધસારો

ઉત્તરપ્રદેશમાં સામાન્ય લોકોનુ વિમાની યાત્રા કરવા માટેનુ સપનુ હવે ધીમે ધીમે પૂર્ણ થવાની દિશામાં છે. કારણ કે લાખો નવા વિમાની યાત્રીઓ મળવાની આશામાં ઉત્તરપ્રદેશમાં મોટી સંખ્યામાં વિમાની કંપનીઓ એન્ટ્રી કરી રહી છે. આકર્ષક ઓફર પણ વિમાની કંપનીઓ તરફથી આપવામાં આવી રહી છે. જેના કારણે સામાન્ય લોકોની વિમાની યાત્રા કરવાની ઇચ્છા હવે ઝડપથી પૂર્ણ થઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા ંઆવેલી ઉંડાણ યોજના હેઠળ જેટ એરવેઝે રિઝનલ એર કનેક્ટિવિટી હેઠળ અલ્હાબાદથી લખનૌ માટેની વિમાની સેવા શરૂ કરી છે. હવે અલ્હાબાદથી લખનૌમાં યાત્રીઓને વહેલી તકે પહોંચી જવામાં મદદ મળશે. માત્ર એક કલાકની અંદર અલ્હાબાદથી લખનૌ પહોંચી શકાશે. રાજ્ય સરકારે આગામી કુંભને ધ્યાનમાં લઇને અભૂતપૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જ અલ્હાબાદથી લખનૌની સેવા શરૂ કરવામાં આવી છે. જો કે ઉત્તરપ્રદેશની ૨૧ કરોડની વસ્તી અને અહીં ઝડપથી વધી રહેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિમાની યાત્રીઓને ધ્યાનમાં લઇને જોરદાર તૈયારી શરૂ કરવામાં આવી છે. યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારે વિમાની સેવા વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ જ કારણસર કેટલીક મોટી વિમાની કંપનીઓ પણ ઉત્તરપ્રદેશમાં એન્ટ્રી કરવા માટે તૈયાર દેખાઇ રહી છે. દેશમાં હાલમાં માત્ર બે ટકા લોકો જ વિમાની યાત્રા કરે છે. ૯૮ ટકા લોક હજુ વિમાની યાત્રાથી વંચિત છે. એટલે કે આવનાર ૧૮-૨૦ વર્ષ જોય ઓફ ફ્લાઇંગના રહી શકે છે. વિમાની કંપનીઓ આનો લાભ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. છેલ્લા બે વર્ષના ગાળા દરમિયાન અખાત દેશોમાં જતા લોકોની સંખ્યા ઉત્તરપ્રદેશમાંથી સૌથી વધારે રહી છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ઉત્તરપ્રદેશમાંથી સ્થાનિક વિમાની યાત્રી કરનાર લોકોની સંખ્યામાં ૬૦ ટકાનો રેકોર્ડ વધારો થયો છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનાર લોકોની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો થયો છે. આ જ કારણસર નાની એરલાઇન્સ ઉત્તરપ્રદેશના નાના નાના શહેરોને કનેક્ટ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત આગામી વર્ષે અલ્હાબાદમાં યોજાનાર ધાર્મિક મહાકુંભ દરમિયાન લાખો કરોડોની સંખ્યામાં લોકો પહોંચનાર છે. આવી સ્થિતીમાં યાત્રીઓને વિમાની યાત્રા કરાવવા માટે કંપનીઓ તૈયાર છે. લખનૌ વિમાની મથકે વર્ષ ૨૦૧૬માં કુલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સંખ્યા ૩૬૩૭ હતી. જે વધીવે વર્ષ ૨૦૧૭માં ૩૮૧૯ થઇ હતી. વારાણસી વિમાનીમથક પર વર્ષ ૨૦૧૬ની તુલનામાં ૨૦૧૭માં સંખ્યા ૭૨૩થી વધીને ૯૪૯ સુધી પહોંચી ગઇ હતી. લખનૌ એરપોર્ટ પર વર્ષ ૨૦૧૬માં સ્થાનિક ફ્લાઇટની સંખ્યા ૧૭૯૮૦ હતી. જે વધીને વર્ષ ૨૦૧૭માં ૨૮૭૬૧ થઇ ગઇ હતી. આવી જ રીતે વારાણસી એરપોર્ટ પર સ્થાનિક ફ્લાઇટની સંખ્યા પણ વધી ગઇ છે.આ તમામ બાબતો દર્શાવે છે કે વિમાની કંપનીઓ માટે ઉત્તરપ્રદેશમાં મોટી સંખ્યામાં નવા વિમાની યાત્રીઓ મળી શકે છે. તેમાં વધારો થઇ શકે છે. વિમાની કંપનીઓને જંગી કમાણી કરવા માટેની તક રહેલી છે. ઉત્તરપ્રદેશની સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ વિમાની કંપનીઓ તેમના નેટવર્કને ઝડપથી ફેલાવી દેવા માટેની યોજના ધરાવે છે. કારણ કે ભારતમાં ઉડ્ડયન માર્કેટનુ કદ અન્ય દેશો કરતા વધારે ઝડપથી વધ્યુ છે.

Related posts

એરસેલ મેક્સિસ કેસ : ચિદમ્બરમ અને કાર્તિની અટકાયત પર ૭ ઓગસ્ટ સુધી રોક

aapnugujarat

No BJP connection for Congress’s 2 MLA’s resign : Yeddyurappa

aapnugujarat

આધાર સબસિડીને કારણે સરકારે ૯૦ હજાર કરોડની બચત કરી…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1