Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક મિટિંગ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે આજે ભારે સસ્પેન્સ અને અનેક પ્રકારની અટકળોની સ્થિતી વચ્ચે ઐતિહાસિક શિખર બેઠક યોજાઇ હતી. આની સાથે જ આ બેઠક થશે કે કેમ તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. શિખર બેઠક અપેક્ષા કરતા પણ વધારે ફળદાયી રહી હતી. બંને વચ્ચેની બેઠક પરિપૂર્ણ થઇ ચુકી છે. બંને નેતાઓએ એક દસ્તાવેજ ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે. એકબાજુ અમેરિકાએ ઉત્તર કોરિયાની સુરક્ષાની ગેરંટી લીધી છે. બીજી બાજુ કિમે પૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણને લઇને સહમતિ દર્શાવી છે. ટ્રમ્પે પણ ટૂંકમાં જ આ પ્રક્રિયા શરૂ થવાની વાત કરી છે. ઘણા વર્ષોથી કોરિયન દ્વિપના આ વિવાદના કારણે સમગ્ર દુનિયામાં ભય અને તંગદિલીનું વાતાવરણ હતું. બંને નેતાઓ વચ્ચેની બેઠક વૈશ્વિક શાંતિની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હતી. અગાઉ પ્રથમ રાઉન્ડની શિખર બેઠક આશરે ૫૦ મિનિટ સુધી ચાલી હતી. ત્યારબાદ અન્ય દોરની વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. ટ્રમ્પ અને કિમની હાજરીમાં ત્યારબાદ અન્ય રાઉન્ડની પણ થઇ હતી જેમાં બંન્ને દેશોના પ્રતિનિધીઓ સામેલ થયા હતા. ટ્રમ્પ અને કિમ વચ્ચે બેઠકનો ઉદ્ધેશ્ય દ્ધિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા અને કોરિયન દ્ધિપમાં પૂર્ણ નિશસ્ત્રીકરણનો રહ્યો હતો. ટ્રમ્પ અને કિમ સિંગાપોરના સેન્ટોસા દ્વીપમાં આલિશાન અને ભવ્ય કપેલા હોટલમાં મળ્યા હતા.બેઠક બાદ બંને નેતાઓ બાલકનીમાં આવ્યા હતા. સાથે બહાર આવ્યા બાદ હાથ હલાવીને તમામનો આભાર માન્યો હતો.બંને નેતાઓએ શિખર બેઠકની શરૂઆત ખુબ જ ગરમ જોશી સાથે કરી હતી. હોટેલમાં મિડિયાની સામે હાથ મિલાવીને આની શરૂઆત કરવામાં આવી હતી. ટ્રમ્પ અને કિમ વચ્ચે ઐતિહાસિક બેઠક ભારતીય સમય મુજબ ૬-૩૦ વાગે થરૂ કરવામાં આવી હતી. શિખર બેઠક યોજાય તે પહેલા જ અમેરિકાએ પૂર્ણ, સત્યાપિત અને અપરિવર્તનીય પરાણુ નિશસ્ત્રીકરકણના બદલે ઉત્તર કોરિયાને ખાસ સુરક્ષા ગેરંટી આપવાની વાત કરી હતી. વ્હાઇટ હાઉસ તરફથી ખુલાસો કરવામાં આવ્યો હતો કે ૭૧ વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ અને ૩૪ વર્ષીય કિમ વચ્ચે પહેલા એકલામાં મંત્રણા થઇ હતી. જેમાં માત્ર અનુવાદકો હાજર રહ્યા હતા. ઉત્તર કોરિયાએ વાતચીત માટેની તમામ તૈયારી પહેલા જ દર્શાવી હતી. જેની ઉત્સુકતાપૂર્વક દુનિયાના દેશો રાહ જોઇ રહ્યા હતા તે બેઠક પહેલા બંને નેતાઓ સિંગાપોરમાં પહોંચી ગયા હતા અને સિંગાપોરના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. સિંગાપોરમાં કિમ રવિવારના દિવસે જ આવી પહોંચ્યા હતા. ટ્રમ્પ મોડેથી પહોંચ્યા હતા. આ બેઠક સિંગાપોરના સેન્ટોસા આઈલેન્ડ પર આવેલી ફાઈવસ્ટાર રિસોર્ટ હોટલમાં હતી..માર્ચ મહિનામાં ટ્રમ્પે એમ કહીને વિશ્વના દેશોને ચોંકાવી દીધા હતા. કે, તેઓ કિમને મળવા માટે તૈયાર છે. થોડાક દિવસ પહેલા જ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના પ્રમુખો પણ મળ્યા હતા. સિંગાપોરના લોકો કિમની એક ઝલક મેળવી લેવા માટે પડાપડી કરી રહ્યા છે પરંતુ તેમની એક ઝલક પણ મેળવી શકાઇ નથી. કિમની સમગ્ર યાત્રા ખુબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. કિમ ક્યા વિમાનથી પહોચ્યા હતા તે બાબત પણ જાહેર કરવામાં આવી ન હતી. પ્યોગયાંગથી ત્રણ વિમાન સિંગાપોર પહોંચ્યા હતા. જે પૈકી એક સોવિયત નિર્મિત ઇલ્યુશિન -૬૨ વિમાન હતુ જે કિમનુ અંગત વિમાન છે. કિમ ક્યા વિમાનથી પહોંચ્યા હતા તે બાબત જાહેર કરવામાં આવી ન હતી. સિગાપોરમાં પહોંચ્યા બાદ કિમ સૌથી પહેલા ત્યાંના વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણનને મળ્યા હતા. ચાંગી વિમાનમથકથી કિમને ગાડી મારફતે હોટેલ સુધી લઇ જવામાં આવ્યા હતા. એ વખતે તેમની સાથે ૨૦થી વધારે વાહનોનો કાફલો રહ્યો હતો. સિંગાપોરના લોકો માર્ગો પર કિમની ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. લિમોજીન ગાડીનો ફોટો પાડવા માટે પડાપડી થઇ હતી. સેન્ટ રિજિસ હોટેલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ હોટેલમાં કિમ રોકાયા છે. સમગ્ર હોટેલને વધુને વધુ ઢાકી દેવામાં આવી હતી. ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઉન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોર બેઠકને લઇને પહેલાથી જ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આ બેઠકને લઇને માત્ર સુરક્ષા ઉપર ૫૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. સિંગાપોરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ જ્યાં રોકાયેલા છે તે તમામ જગ્યાઓ ઉપર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સિંગાપોરના ગૃહમંત્રીના કહેવા મુજબ ૫૦૦૦થી વધારે પોલીસ ઓફિસર અને અન્ય સુરક્ષા કર્મીઓ બેઠકને લઇને તૈનાત કરાયા હતા. હોટલ સેન્ટરિજિસમાં કિમ જોંગ રોકાયેલા છે અને સાંગરિલા હોટલમાં ડોનાલ્ડ ટ્રમ્પ રોકાયેલા છે. આ તમામ જગ્યાઓ ઉપર લોખંડી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. બંને જગ્યાઓએ કિમ અને ટ્રમ્પના પોતપોતાના સુરક્ષા જવાનો પણ ગોઠવવામાં આવ્યા હતા. બંને નેતાઓ એકબીજાને મળ્યા બાદ પ્રતિનિધીસ્તરની વાતચીતનો દોર શરૂ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિંગાપોરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક મંત્રણા પૂર્ણ થયા બાદ ટ્રમ્પ ખુબ જ ઉત્સાહિત દેખાયા હતા. દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરાયા પછી ટ્રમ્પે કહ્યું હતું કે, આ તેમના માટે એક શાનદાર દિવસ તરીકે છે. બંનેએ એકબીજા સાથે બેસીને એકબીજાના દેશની વિગત જાણવાના પ્રયાસ કર્યા છે. ટ્રમ્પે કિમ જોંગને પ્રભાવશાળી લીડર તરીકે ગણાવતા કહ્યું હતું કે, અમે અનેક વખત મળીશું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, તેઓ ચોક્કસપણે કિમ જોંગને વ્હાઇટ હાઉસ માટે આમંત્રણ આપશે. સમિટના અંતે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર કરી રહ્યા છે. આ ખુબ જ વ્યાપક દસ્તાવેજ છે. બીજી બાજુ ઐતિહાસિક ડોક્યુમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા પછી ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે કહ્યું હતું કે, અમે ઇતિહાસને પાછળ છોડવાનો નિર્ણય કરી ચુક્યા છે. દુનિયા મોટા ફેરફાર હવે જોશે. કિમે આ બેઠક માટે ટ્રમ્પનો આભાર માન્યો હતો. નિશસ્ત્રીકરણની પ્રક્રિયા વહેલીતકે શરૂ થશે. ઉત્તર કોરિયાના લીડર સાથે ખાસ સંબંધો સ્થાપિત થયા છે.

Related posts

જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે ૩૦ લાખ નવી રોજગારીની તકો ઉભી થવાની શક્યતા

aapnugujarat

કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મંજૂર થવાનો દર ઘટશે

aapnugujarat

સરકારી બેંકોમાં આવશે ઢગલાબંધ નોકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1