Aapnu Gujarat
ગુજરાત

ખેડૂત સમર્થનમાં રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવ કરાયા

ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને સંપૂર્ણ દેવા માફી સહિતની માંગણીઓ સાથે ગુજરાતના ખેડૂતોના આંદોલનને ટેકો આપવાની સાથે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, અમરેલી, ભરૂચ સહિતના શહેરોમાં જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં આજે રાજયભરમાં ઉગ્ર દેખાવો અને પ્રદર્શન કર્યા હતા એટલું જ નહી, હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કરી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યા હતા. રાજયભરમાં કોંગ્રેસના આંદોલનને પગલે આજે દેખાવો દરમ્યાન પોલીસે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના અનેક કોંગી નેતાઓ અને સેંકડો કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. જેને પગલે ખેડૂતોના મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોનું દેવુ માફ નહી કરો, નહી તો ભાજપની સરકારને દેશમાંથી સાફ કરો સૂત્ર સાથે સમગ્ર દેશમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા દેખાવો અને આંદોલન કરાયા છે. ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે કૃષિમેળાના નાટકો ભજવાઇ રહ્યા છે પરંતુ ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને ખેડૂત-કૃષિલક્ષી નીતિનો અમલ કરવામાં રાજય સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે. ભાજપને જો ખરેખર જ ખેડૂતોની ચિંતા હોય તો, કોંગ્રેસની યુપીએ સરકારે જેમ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તે જ રીતે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઇએ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી સહિતના આગેવાનોએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપની આંધળી, બહેરી અને મૂંગી સરકારને જગાડવા અને રાજયના ખેડૂતોને ન્યાય અપાવવા કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવી છે. ભાજપ સરકારની કૃષિવિરોધી અને ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે રાજયમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે તેમછતાં સરકારના પેટનું પાણી હાલતું નથી તે આઘાતજનક અને શરમજનક વાત છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને સંપૂર્ણ દેવા માફી સહિતની માંગણીઓ સાથે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, અમરેલી, ભરૂચ સહિતના શહેરોમાં જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં આજે રાજયભરમાં ઉગ્ર દેખાવો અને પ્રદર્શન કર્યા હતા એટલું જ નહી, હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કરી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યા હતા. કોંગ્રેસના દેખાવો કાર્યક્રમોમાં સેંકડો કાર્યકરો અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા રસ્તાઓ અને હાઇવે પર જાહેરમાં દૂધ, શાકભાજી ઢોળી ઉગ્ર વિરોધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઇ મોટાભાગના આ શહેરોના રસ્તાઓ અને હાઇવે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયા હતા. જો કે, પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે બળપ્રયોગ કરી વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના અનેક નેતાઓ અને સેંકડો કોંગી કાર્યકરોની જુદા જુદા સ્થળોએથી દેખાવો દરમ્યાન અટકાયત કરી હતી. જો કે, કોંગી કાર્યકરો અને નેતાઓએ પોલીસની ધરપકડ વ્હોરી જેલ ભરો આંદોલનને સફળ બનાવ્યાનો દાવો પણ કર્યો હતો. કોંગ્રેસના આજના ઉગ્ર દેખાવો અને આંદોલનને લઇ રાજયભરમાં ફરી એકવાર ખેડૂતોને લઇ રાજકારણ ગરમાયું છે.

Related posts

बनासकांठा की पीढ़ी द्वारा मामा-भांजा पर धोखाधड़ी की  शिकायत

aapnugujarat

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો

editor

વિરમગામના વસવેલીયા ગામમાં લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા કપડા વિતરણ કરાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1