Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની છ કંપનીની મૂડી ૬૦૨૦૮ કરોડ રૂપિયા વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૬૦૨૦૭.૮૬ કરોડનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૩૪૩૭૮.૧૬ કરોડ વધીને ૬૨૩૦૭૦.૩૧ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૮૬૨૭.૩ કરોડ વધીને ૨૭૫૧૪૫.૪૧ કરોડ થઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૬૧૦૬.૫૭ કરોડ વધીને ૬૬૯૩૧૧.૫૧ કરોડ થઇ ગઇ છે. એસબીઆઈની માર્કેટમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. તેની માર્કેટ મૂડી હવે વધીને ૨૪૩૩૭૩.૫૦ કરોડ થઇ ગઇ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાની માર્કેટ મૂડી ૪૬૩૮.૪૪ કરોડ વધીને ૨૭૦૨૩૧.૭૬ કરોડ થઇ ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૧૧૪૭.૨૬ કરોડ વધીને ૩૪૫૨૫૭.૬૯ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ઘટી છે. તેની માર્કેટ મૂડી ઘટીને ૫૩૩૭૦૨.૪૬ કરોડ થઇ ગઇ છે. આઈટીસીની માર્કેટ મૂડી ઘટીને ૩૨૬૮૯૨.૦૪ કરોડ થઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં કોઇ ફેરફાર થયો નથી. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ સ્થાન ઉપર અને આરઆઈએલ બીજા સ્થાન ઉપર છે. એચડીએફસી બેંક અને એચયુએલ બીજી, ત્રીજા અને ચોથા ક્રમાંકે છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૧૪ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ તેની સપાટી ૩૫૪૪૩.૬૭ નોંધાઈ હતી. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન આરબીઆઈની પોલિસી સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં આરબીઆઈએ તમામને ચોંકાવી દઇને રેપોરેટમાં વધારો કરી દીધો હતો. રેપોરેટ અને રિવર્સ રેપોરેટ બંનેમાં વધારો કરવામાં આવ્યો હતો.

Related posts

પરિવહન ક્ષેત્રમાં ૩૦ લાખ કરોડનું રોકાણ કરાશે

aapnugujarat

ભારતમાં માત્ર 0.2 ટકા ઈન્વેસ્ટરો 75 ટકા જેટલું સ્ટોક ટ્રેડિંગ કરે છે

aapnugujarat

સેન્સેક્સમાં ૧૧૪ પોઈન્ટનો સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1