Aapnu Gujarat
બિઝનેસ

ભારતમાં માત્ર 0.2 ટકા ઈન્વેસ્ટરો 75 ટકા જેટલું સ્ટોક ટ્રેડિંગ કરે છે

ભારતમાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવામાં અમુક એક્ટિવ રોકાણકારો સૌથી મોટી ભૂમિકા ભજવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એક રિપોર્ટ પ્રમાણે માત્ર 0.2 ટકા એક્ટિવ રોકાણકારો ભારતમાં સ્ટોક માર્કેટના ટ્રેડિંગમા્ં 75 ટકા હિસ્સો ધરાવે છે. ટેક્સ પેમેન્ટમાં જે રીતે અમુક હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સની મહત્ત્વની ભૂમિકા છે તેવી જ રીતે સ્ટોક ટ્રેડિંગ પણ મુઠ્ઠીભર લોકોને આભારી છે.

દિવાળી પછી શેરબજારમાં આવેલી તેજીમાં રોકાણકારોને ભારે વળતર મળ્યું છે. તેના કારણે ઘણા નવા રોકાણકારો શેરમાર્કેટ તરફ વળ્યા છે. લગભગ 65 ટકા જેટલા રોકાણકારોએ એક લાખ રૂપિયા કરતા ઓછું રોકાણ કર્યું છે.
 ભારતીય ઈક્વિટી બજારમાં ડિસેમ્બર મહિનામાં રિટેલ હિસ્સેદારીમાં વધારો થયો છે. સ્ટોક ટ્રેડિંગમાં મોટો હિસ્સો એચએનઆઈનો છે. જોકે, ડિસેમ્બર ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે નાના રોકાણકારોનો હિસ્સો વધતો જાય છે.

એક્સપર્ટ કહે છે કે પરંપરાગત એસેટ ક્લાસમાં કમાણી નથી. આખા દેશના રોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં કેશ સેગમેન્ટમાં 20.79 લાખ કરોડનું ટ્રેડિંગ કર્યું હતું. ડેટા દર્શાવે છે કે સક્રિય વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા 1.30 કરોડની ટોચ પર પહોંચી ગઈ છે. લગભગ 30 ટકા રોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં 10,000થી ઓછી રકમનું ટ્રેડિંગ કર્યું હતું જેનો કુલ સરવાળો 567 કરોડ થતો હતો.

ડિસેમ્બર મહિનામાં 98 ટકા એક્ટિવ રોકાણકારોએ ક્યુમ્યુલેટિવ બેસિસ પર એક કરોડથી ઓછું ટ્રેડિંગ કર્યું હતું જે કુલ ટર્નઓવરના એક ચતુર્થાઁશ જેટલું થાય છે.

 કોવિડ પછી વધુને વધુ સંખ્યામાં યુવાનો સ્ટોક માર્કેટમાં પ્રવેશ્યા છે. શેરમાર્કેટમાં તેમને સારામાં સારું વળતર મળ્યું છે અને ટેકનોલોજી પ્લેટફોર્મના કારણે તેમને મદદ મળી છે. યંગ પ્રોફેશનલો નાની રકમનું રોકાણ કરીને સારો એવો નફો કરી શક્યા છે. તેના કારણે એન્ટ્રી લેવલના રોકાણકારો માટે એપરેજ ટિકિટ સાઈઝ ઘટીને 15,000 રૂપિયા થઈ ગઈ છે. પરંપરાગત રીતે મિડલ ઉંમરના રોકાણકારો 50,000થી રોકાણની શરૂઆત કરે છે.
ગુજરાત સહિતના રાજ્યોમાં યુવા લોકો વધારે શેરમાર્કેટમાં આવી રહ્યા છે અને ટેક્નોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરવા લાગ્યા છે. તેના કારણે એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ તેમનું માથાદીઠ ટર્નઓવર ઓછું છે.

Related posts

नोटबंदी की आंधी के बाद वेडिंग इंडस्ट्री फिर उबर गई

aapnugujarat

સર્વિસ પીએમઆઈ આંકડો વધીને ૫૨.૫ સુધી પહોંચ્યો

aapnugujarat

શેરબજારમાં તેજી રહેવાના એંધાણ

aapnugujarat
UA-96247877-1