Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એકલા હાથે ચૂંટણી લડવાના પ્રશ્ને શિવસેના મક્કમ : રાઉત

ભાજપ પ્રમુખ અમિત શાહ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઇકાલે યોજાયેલી બેઠક ફ્લોપ રહ્યા બાદ બંને પાર્ટીઓ પોતપોતાનીરીતે તૈયારીમાં લાગી ગઈ છે. આ મુલાકાત બિનઅસરકારક રહી છે. અલબત્ત વાતચીતનો દોર હજુ ચાલું રહેનાર છે. શિવસેનાના નેતા સંજય રાવતે આજે કહ્યું હતું કે, પાર્ટી એકલા હાથે લોકસભા ચૂંટણીમાં ઉતરશે. તેમણે કહ્યું છે કે, શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, અમે આવનાર ચૂંટણી એકલા હાથે લડીશું. જો કે, બંને નેતાઓ વચ્ચેની બેઠક કેટલાક મુદ્દા પર ફળદાયી રહી હતી. અમિત શાહ અને ઠાકરેએ આશરે અડધા કલાક સુધી વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન કયા મુદ્દા પર ચર્ચા થઇ છે તે વાત જાણી શકાય નથી પરંતુ એમ માનવામાં આવે છે કે, ભાજપ તરફથી શિવસેના તરફથી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન જારી રાખવાની વાત કરવામાં આવી છે. પાર્ટી સુત્રોનું માનવામાં આવે તો ભાજપે શિવસેનાની મહારાષ્ટ્ર કેબિનેટમાં આગામી ફેરફાર દરમિયાન મહત્વની જગ્યાઓ આપવાની પણ વાત કરી છે. કેન્દ્રમાં પણ સેનાના સિનિયર નેતાઓને જગ્યા આપવાની વાત કરવામાં આવી છે. શિવસેનાના મોટાભાગના સાંસદ અને ધારાસભ્યો ભાજપ સાથે ગઠબંધન કરવા માટે ઇચ્છુક છે. આ લોકો માને છે કે, જો ભાજપ સાથે જો કોઇ બાંધછોડ કરવામાં નહીં આવે તો પાર્ટી સત્તાથી બહાર થઇ જશે. કેટલાક લોકો ભાજપની સાથે ગઠબંધન ઇચ્છતા નથી. રાજ્યમાં ભાજપનું વિસ્તરણ શિવસેનાના કારણે થઇ રહ્યું હોવાની વાત પણ ખુલી છે. શિવસેનાના નેતાઓનું કહેવું છે કે, ભાજપના ગઠબંધનના પ્રસ્તાવ ઉપર વિચારણા કરવામાં આવશે.

Related posts

કોરોનાના કહેરને જોતા રાહુલ ગાંધીએ પ્રચાર -રેલીઓ બંધ કરી

editor

अनंतनाग में 1 आतंकी ढेर

editor

Landslides at Coal Mine in Odisha, 4 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1