Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

પેટ્રોલ અને ડીઝલની કિંમતના કારણે લોકો ભારે ત્રાહિમામ પોકારી ગયા છે. આજે સતત ૧૨માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે પેટ્રોલની કિંમતમાં ૩૨ પૈસાનો વધારો કરવામાં આવતા મુંબઈમાં તેની કિંમત ૮૫.૬૫ સુધી પહોંચી ગઈ હતી. સતત ૧૨માં દિવસે આ વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે ડિઝલની કિંમતમાં ૧૮ પૈસાનો વધારો કરવામાં આવતા તેની કિંમત વધીને મુંબઈમાં ૭૩.૨૦ સુધી પહોંચી ગઈ હતી. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૩૬ પૈસા વધી જતાં તેનો ભાવ લીટરદીઠ ૭૭.૮૩ થયો હતો જ્યારે ડીઝલમાં ૨૨ પૈસાનો વધારો થતાં તેની કિંમત ૬૮.૭૫ થઇ હતી. મુંબઈમાં છેલ્લા ૧૨ દિવસના ગાળામાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૧.૦૨ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૭.૨૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખાતરી આપી છે કે, સરકાર કિંમતોને કાબૂમાં લેવા માટે તમામ પગલા પર વિચારણા કરી રહી છે. ઓઇલ કિંમતો માટેના ઇન્ટરનેશનલ બેંચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઠ ૭૮.૭૬ સુધી પહોંચી ગઈ હતી. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ઘટાડવામાં આવશે. રિટેલ કિંમતોને કાબૂમાં લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. વેનેઝુએલામાં પ્રમુખની ચૂંટણી બાદ ક્રૂડના ઉત્પાદનમાં સંભવિત ઘટાડો થઇ રહ્યો છે. દેશ ઉપર અમેરિકાના પ્રતિબંધની અસર દેખાઈ રહી છે. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ ઝીંકતા તેની પણ અસર જોવા મળી રહી છે. ઓપેક દેશો ઉત્પાદનને વધારવા માટે નિર્ણય કરી શકે છે. કારણ કે, ઇરાનિયન અને વેનેઝુએલાના સપ્લાયને લઇને અનિશ્ચિતતાનું વાતાવરણ છે. દેશની ટોપ રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ ટૂંકમાં જ ટ્રેડિશનલ ઓઇલ સપ્લાયર્સ બની શકે છે. મોટાભાગે મધ્ય પૂર્વમાં તેની અસર રહેશે. ઇરાનના સૌથી મોટા ઇન્ડિયન ઓઇલ ક્લાઇન્ટ આઈઓસીને ગણવામાં આવે છે. ભારત તેની ૭૦ ટકા તેલ જરૂરિયાતોને આયાત મારફતે પૂર્ણ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધતા જતા ભાવને લઇને વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થઇ ગયો છે. દેશના જુદા જુદા શહેરોમાં લોકો હવે વિરોધ પ્રદર્શન માટે મેદાનમાં ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. મોદી સરકારની ટિકા પણ કરી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ ડીઝલને લઇને જોરદાર દેખાવો કરાયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૮૫.૬૫ સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં આજે વધારો કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે.
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, મુંબઈમાં રહેતા લોકો પેટ્રોલ અને ડીઝલ માટે સૌથી વધુ કિંમત ચુકવી રહ્યા છે. દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એચપીસીએલના વડા મુકેશ સુરાણાનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને સમીક્ષા કરવામાં આવી રહી છે.

કર્ણાટક ચૂંટણી બાદ પેટ્રોલમાં ૧૧ રૂપિયા સુધી થયેલ વધારો
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ૧૨માં દિવસે વધારો કરવામાં આવ્યો હતો. બંનેમાં ક્રમશઃ લીટરદીઠ ૩૨ અને ૧૮ પૈસાનો વધારો કરવામાં આવ્યા બાદ લોકો પરેશાન છે. બીજી બાજુ સરકાર આ સમસ્યાના ઉકેલને શોધવામાં લાગેલી છે. એચપીસીએલના સીએમડી મુકેશ સુરાણાએ કહ્યું છે કે, સામાન્ય લોકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપર કરવેરાની સમીક્ષાની જરૂર દેખાઈ રહી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન જેવા ફ્યુઅલ રિટેલર્સની ચિંતા પણ વધી રહી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મેટ્રોપોલિટનમાં સુધારા કર્યા છે. સરકાર કિંમતોને કાબૂમાં લેવાના પ્રયાસમાં છે. કિંમતોને ઘટાડવા માટે સરકાર ઓએનજીસી, ઓઆઈએલ જેવી કંપનીઓ ઉપર સેસના સ્વરુપમાં વિન્ડફેલ ટેક્સ લાગૂ કરીને સ્થિતિને કાબૂમાં લઇ શકે છે. આનો મતલબ એ થયો કે, બેરલદીઠ ૭૦ના આંકડાને પાર કરી ગયા બાદથી કમાણીને લઇને નવી ગણતરી કરવામાં આવશે. આ હિલચાલથી ઓઇલ પ્રોડ્યુસર ઉપર દબાણ વધશે. આજે તેલ કિંમતોમાં આંશિક ઘટાડો થયો હતો. સાઉદી અરેબિયા અને રશિયાએ કહ્યું છે કે, તેઓ સપ્લાયને સરળતાથી આગળ વધારવા માટે તૈયાર છે. ધર્મેન્દ્ર પ્રધાન પણ કહી ચુક્યા છે કે, વધતી કિંમતોને કાબૂમાં લેવા લાંબાગાળાના ઉકેલ ઉપર સરકાર કામ કરી રહી છે. અન્ય વિકલ્પો પણ રહેલા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ કર્ણાટકમાં ચૂંટણી બાદ સતત વધ્યા છે.

Related posts

ડ્રાઇવિંગ વેળા ઉંઘ આવશે તો કાર જગાડશે : રિપોર્ટ

aapnugujarat

ભારત-ઈઝરાયેલ પ્રથમવાર સંયુક્ત યુદ્ધ અભ્યાસમાં જોડાશે

aapnugujarat

મારી વિરુદ્ધ સીબીઆઇના આરોપા પાયાવિહોણા : ચિદમ્બરમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1