Aapnu Gujarat
બિઝનેસ

ડ્રાઇવિંગ વેળા ઉંઘ આવશે તો કાર જગાડશે : રિપોર્ટ

ડ્રાઇવિંગ વેળા ઉંઘ આવશે તો કારમાં જ રહેલા સેન્સર્સ હવે જગાડી દેશે. હાલમાં જર્મનીની એક કંપની દ્વારા તેના પર કામ કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે જો કાર ચલાવતી વેળા ઉંઘ આવશે તો તે સેન્સર્સ જગાડી દેશે. જર્મન કંપની બોશ કેમેરા આધારિત આવી ટેકનિક પર કામ કરી રહી છે. જે ડ્રાઇવિંગ વેળા ઉંઘથી ભરાયેલી આંખ, શારરિક ગતિવિધી પર નજર રાખશે. સાથે સાથે હાર્ટ રેટ અને શરીરના તાપમાન પર નજર રાખનાર છે. કેટલીક વખત અમે આ વાત સ્વીકાર કરતા નથી કે ગાડી ચલાવતી વેળા અમે નીદના સકંજામાં આવી જઇએ છીએ. કારણ કે અમારી આંખ બંધ થતી નથી. આવી સ્થિતીને માઇક્રો સ્લીપ કહેવામાં આવે છે. જ્યારે ખુલ્લી આંખમાં પણ નિદ આવી જાય છે. નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશનના આંકડા કહે છે કે ઉંઘ આવી જવાના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ જાય છે. આ પ્રકારની ઉંઘના કારણે વર્ષ ૨૦૧૫માં અમેરિકામાં ૮૨૪ લોકોના મોત થયા હતા. તમામ મોટી કાર બનાવતી કંપની આ પ્રકારના મોનિટરિંગ સિસ્ટમ આપે છે. જે સ્ટિરિંગ, વીલ એન્ગલ અને લેનને લઇને ડ્રાઇવરને સાવધાન કરે છે. હવે આ સિસ્ટમને વધારે આધુનિક બનાવવામાં આવનાર છે. અકસ્માતોને ટાળી શકાશે. તમામ ઓટો કંપનીઓ ઓડી, મર્સિડિઝ, વોલ્વો મોનિટરિંગ સિસ્ટમ કારમાં ઉપલબ્ધ કરાવી રહી છે. બૌશના ટેકનોલોજી અધિકારીનું કહેવું છે કે, કારમાં અમે આ ટેકનોલોજી આવનાર પાંચ વર્ષમાં જોઇ શકાશે. ફ્રાંસમાં ઓટોમોટિવ ટેકનિકની સપ્લાય કરનાર કંપની પણ આ દિશામાં આગળ વધી રહી છે.

Related posts

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો ઘટાડો

aapnugujarat

બેંક ઓફ બરોડામાં બે બેંકના મર્જરને બહાલી

aapnugujarat

ક્ષિતીજ પોલીલાઈન લિમિટેડ એસએમઈ આઈપીઓ દ્વારા રૂ.8.75 કરોડ ઉભા કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1