Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા અનિશ્ચિત મુદ્દત માટે મોકૂફ : સત્રમાં ૧૨ બિલ પસાર

સંસદનું શિયાળુ સત્ર પરિપૂર્ણ થયું હતું. લોકસભાને અનિશ્ચિત મુદ્દત માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. શિયાળુ સત્રમાં માત્ર ૧૨ બિલ જ પસાર કરવામાં આવ્યા હતા. અધ્યક્ષે કહ્યું હતું કે, સેશનમાં સરકાર દ્વારા ૧૬ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં ૧૨ બિલ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ત્રિપલ તલાક બિલનો સમાવેશ થાય છે. લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતું પરંતુ આ બિલ રાજ્યસભામાં અટવાઈ પડ્યું છે. લોકસભામાં સભ્યોએ આજે પણ ધાંધલધમાલ જારી રાખી હતી. ત્રિપલ તલાકમાં મુસ્લિમ સમુદાયમાં અપરાધની જોગવાઈ કરવામાં આવી છે. મોકૂફીની જાહેરાત કરતા અધ્યક્ષ સુમિત્રા મહાજાને કહ્યું હતું કે સત્ર ૧૫મી ડિસેમ્બરના દિવસે શરૂ થયું હતું. ૧૩ બેઠકો યોજાઈ હતી જે ૬૧ કલાક અને ૪૮ મિનિટ ચાલી હતી. ગૃહે મોકૂફી અને ખલેલના કારણે ૧૫ કલાક ગુમાવ્યા હતા. શિયાળુ સત્ર દરમિયાન જે બિલ પસાર કરવામાં આવ્યા હતા તેમાં સેન્ટ્રલ રોડ ફંડ (સુધારા બિલ), નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી કાયદા ખાસ જોગવાઈ બિલનો સમાવેશ થાય છે. કેટલાક બિલમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈ રહેલી છે. અધ્યક્ષે કહ્યું હતું કે, સરકાર દ્વારા ૧૬ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી પોતે પણ ગૃહમાં જાહેરાત કરવામાં આવી ત્યારે ઉપસ્થિત હતા. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રાન્ટ, બીજી અને ત્રીજી બેંચ માટે નામ પર ચર્ચા થઇ હતી. આ ચર્ચા છ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. ત્યારબાદ સંબંધિત બિલો પસાર કરવામાં આવ્યા હતા. આ સેશનમાં ધાંધલ ધમાલના પરિણામ સ્વરુપે ૧૪.૫૧ મિનિટનો સમય બગડ્યો હતો. જુદા જુદા મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે ૮ કલાક અને ૧૦ મિનિટ ચર્ચા થઇ હતી. સેશન દરમિયાન ૨૮૦ પ્રશ્નો લિસ્ટેડ રહ્યા હતા. જે પૈકી ૪૫ પ્રશ્નોના જવાબ મૌખિકરીતે અપાયા હતા. લેખિત પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા. ૧૯૮ જાહેરહિતના તાકિદના મામલા સભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા ગૃહમાં ૪૧ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. સત્ર દરમિયાન પ્રધાનો દ્વારા ૨૨૫૫ પેપરો રજૂ કરવામાં આવ્યા હતા. અધ્યક્ષે કહ્યું હતું કે, જુદા જુદા વિષયો ઉપર ૫૮ પ્રાઇવેટ મેમ્બર્સ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ લોકસભામાં આજે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, ચીટફંડ કંપનીઓમાં સામેલ રહેલા લોકો સામે સરકાર પગલા લેશે. તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ પોસ્ટ ઉપર હશે તો પણ તેમની સામે પગલા લેવાશે. ચીટફંડના મુદ્દામાં સેબી દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવી કંપનીઓની પ્રોપર્ટી જપ્ત કરી લેવા અથવા તો વેચી મારવા માટે પણ હિલચાલ ચાલી રહી છે. કોંગ્રેસના સાંસદ અધિરરંજન ચૌધરી દ્વારા બંગાળમાં હજારો લોકો ચીટફંડનો શિકાર થયા છે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે આ જવાબ આપ્યો હતો. સંસદનું શિયાળુ સત્ર આજે પરિપૂર્ણ થયું હતું જેમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ કરવામાં આવી હતી. ત્રિપલ તલાક, વ્યક્તિગત આક્ષેપબાજીને લઇને ભારે ધાધલ ધમાલ થઇ હતી.

Related posts

‘कन्याश्री’ योजना से 60 लाख बच्चियों को मदद मिली : ममता बनर्जी

aapnugujarat

किसान बोले, हम खुद बनाएंगे अपना कानून तभी निकलेगा समस्या का समाधान

editor

અમેઠી : રાહુલ અને સ્મૃતિ હવે આમને સામને આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1