Aapnu Gujarat
બિઝનેસ

હજુ ક્લેઇમ સેટલમેન્ટસમાં LIC માર્કેટ લીડર : રિપોર્ટ

એલઆઇસી ક્લેઇમ સેટલમેન્ટ્‌સના મામલે હજુ પણ માર્કેટ લીડર તરીકે છે. વર્ષ ૨૦૧૭માં પીએસયુ વીમા કંપનીએ ૧૦૦ ટકા ક્લેઇમનો નિકાલ લાવ્યો છે. પ્રાઇવેટ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા પણ તેમના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોમાં સુધારો કર્યો છે. આ આંકડો હવે ૯૩.૭૨ ટકા રહ્યો છે. અગાઉના વર્ષ દરમિયાન રેશિયો ૯૧.૪૮ ટકાનો રહ્યો હતો. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુરૂવારના દિવસે યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં તમામના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલઆઇસી ફરિયાદનો નિકાલ લાવવામાં અન્યો કરતા ખુબ આગળ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રાઇવેટ લીઇફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ૯૯.૭૩ ટકા ફરિયાદનો નિકાલ લાવી દીધો છે. જ્યારે એલઆઇસી દ્વારા ૧૦૦ ટકા ફરિયાદનો નિકાલ લાવી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ૩૧મી માર્ચ ૨૦૧૭ના આંકડા મુજબ એલઆઇસીમાં કોઇ ફરિયાદ પેન્ડિંગ રહી નથી. આઇઆરડીએઆઇ સમક્ષ નોંધવામાં આવેલી ફરિયાદના આધાર પર તમામ આંકડા જારી કરવામાં આવ્યા છે. એલઆઇસીના આંકડા ખુબ શાનદાર રહ્યા છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે. એલઆઈસીની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. આઈઆરડીએઆઈના સભ્ય નિલેશ સાઠેનું કહેવું છે કે, ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોમાં સુધારો થવા માટે કેટલાક કારણો છે. આ વિમા કંપનીઓ માટે સારા સમાચાર છે. ફરિયાદોમાં ઘટાડો થયો છે. પોલિસી રિન્યુઅલ માટેની સ્થિતિમાં સુધારો થયો છે. ગેરમાહિતી દૂર થઇ છે. ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષ દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં ટેક્સ બાદ ૭૭૨૯.૯ કરોડ થયો છે જે ૨૦૧૫-૧૬માં ૭૪૧૫.૪૩ કરોડ હતો. ૨૪ લાઇફ ઇન્સ્યોરન્સ ઓપરેશન પૈકી ૧૮ કંપનીઓમાં નફાની સ્થિતિ રહી છે. એલઆઈસીને લઇને લોકો વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે.

Related posts

રેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો : લોન સસ્તી થશે

aapnugujarat

थोक महंगाई दर में बढ़ौतरी

aapnugujarat

મોબાઇલ વોઇસકોલ્સ સસ્તા થવાનાં એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1