Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત-ઈઝરાયેલ પ્રથમવાર સંયુક્ત યુદ્ધ અભ્યાસમાં જોડાશે

ભારત અને ઈઝરાયેલના એરફોર્સ પ્રથવાર સંયુકત યુદ્ધ કવાયત યોજનાર છે. આ માટે ભારતે સી-૧૩૦ જે સુપર હરક્યુલિસ વિમાન સહિત ૪૫ સભ્યોના જૂથને રવાના કર્યું છે. ભારતીય ગ્રુપમાં ગરુડ કમાન્ડો પણ સામેલ છે.ભારતીય ગ્રુપ ઈઝરાયેલમાં બેથી બીજી નવેમ્બર સુધી યોજાનાર બહુપક્ષીય સેના અભ્યાસ બ્લૂ ફલેગ-૧૭માં ભાગ લેનાર છે.
ઈઝરાયેલના ઉવાદામાં યોજાનારા આ સૈન્ય અભ્યાસમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, ગ્રીક અને પોલેન્ડની સેના ભાગ લેનાર છે. ભારતે પ્રથમવાર જ યુદ્ધ કવાયતમાં ભાગ લેવા માટે પોતાની ટૂકડી ઈઝરાયેલ રવાના કરી છે.ભારતીય અધિકારીના જણાવ્યા અનુસાર પ્રથમવાર જ ઈન્ડિય એરફોર્સ ઈઝરાયેલમાં યોજાનાર બહુપક્ષીય યુદ્ધ કવાયતમાં સામેલ થનાર છે. યુદ્દ અભ્યાસમાં આપણને વિશ્વની શ્રેષ્ઠ સેનાઓ સાથે અનુભવની આપ-લે કરવા તથા શીખવાની તક પ્રાપ્ત થાય છે.

Related posts

રાજસ્થાન-તેલંગાણામાં પ્રચારનો અંત

aapnugujarat

दिल्ली की राशन की दुकानों पर बिकेगा प्याज

aapnugujarat

દિલ્હીમાં ફરી કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1