Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બજારમાં તેજી : સેંસેક્સમાં ૨૬૨ પોઇન્ટનો ઉછાળો

શેરબજારમા આજે સતત બીજા દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૬૨ પોઇન્ટ ઉછળીને ૩૪૯૨૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૦૫ની સપાટીએ રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં આજે મંદી રહ્યા બાદ અંતે રિકવરી રહી હતી અને તેજી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ે ટકાનો ઉછાળો નોંધાયો હતો. હિન્ડાલ્કો, સેઇલ, જેએસપીએલ, તાતા સ્ટીલમાં તેજી રહી હતી. આવી જ રીતે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી અને તાતા મોટર્સના શેરમાં ઉછાળો રહ્યો હતો. દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ નિકાસકાર કંપની ટીસીએસની માર્કેટ મૂડી સાત ટ્રિલિયન રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. આની સાથે જ તે પ્રથમ ભારતીય બની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ અને ભાજપને સરકાર બનાવવામાં સફળતા ન મળતા તેની પણ અસર દેખાઈ રહી છે. આના પરિણામ સ્વરુપે આર્થિક સુધારાઓની ગતિમાં અસર થઇ શકે છે. કર્ણાટક ઘટનાક્રમની સ્થિતીની અસર પણ બજારમાં જોવા મળી રહી છે. છેલ્લા ૧૦ સપ્તાહમાં સાપ્તાહિક આધાર પર ઇક્વિટીમાં સૌથી વધુ ઘટાડો હાલમાં નોંધાયો હતો. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિનો દોર જારી રહ્યો છે. આ સ્થિત હાલ યથાવત રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, એકબાજુ ક્રૂડની કિંમત સતત વધી રહી છે જેના પરિણામ સ્વરુપે ક્રૂડ આયાત બિલમાં વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ અમેરિકાએ ઇરાન સાથેના પોતાના સંબંધો પરમાણુ સમજૂતિને લઇને તોડી દીધા છે. આવી સ્થિતિમાં ક્રૂડને લઇને અનિશ્ચિતતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.
વૈશ્વિક બજારમાં એશિયન શેરબજારમાં આજે ઘટાડો રહ્યો હતો. અમેરિકી સરકારે કાર આયાતના મામલામાં નેશનલ સિક્યુરિટી તપાસ શરૂ કરી દીધી છે જેના પરિણામ સ્વરુપે નવા ટેરિફ લાગૂ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગઇકાલે ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ઉછળીને ૩૪૬૬૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછલીને ૧૦૫૧૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આ વર્ષમાં હજુ સુધી રૂપિયો સાત ટકાથી પણ વધુ ઘટી ગયો છે. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી રૂપિયો સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. બુધવારના દિવસે ડોલર સામે રૂપિયો ૬૮.૪૬ સુધી પહોંચ્યો હતો. વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર ભારતમાં ક્રૂડની કિંમતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વધતા જતા ખર્ચના કારણે મોંઘવારી વધશે અને ટ્રેડ ડેફિસિટનો આંકડો પણ વધશે. આજે ચાર સપ્તાહમાં પ્રથમ વખત ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ વર્ષે તેમાં ૧૮ ટકાનો ઉછાળો નોંધાયો છે. ઇન્ફોસીસ અને ટીસીએસમાં ક્રમશઃ ૨.૯ ટકા અને ૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
બીએસ યેદીયુરપ્પાએ ગયા ગુરુવારના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ શનિવારે રાજીનામુ આપી દીધું હતું. સરકારની રચના કરવા માટે જરૂરી ૧૧૨ના આંકડા સુધી પહોંચવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. આજે શુક્રવારના દિવસે નવા મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસમત જીતવામાં સફળતા મેળવી હતી. ક્રૂડની કિંમત સતત છઠ્ઠા સપ્તાહમાં વધી ગઈ છે.
આ સપ્તાહમાં તેની કિંમત બેરલદીઠ ૮૦ ડોલરથી ઉપર પહોંચી ગઈ છે.શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે કારોબારીઓ પોતે હાલમાં સાવધાની રાખી રહ્યા છે. વધારે રોકાણ કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાતા કન્સલ્ટન્સી સર્વિસની માર્કેટ મૂડી સાત ટ્રિલિયનના આંકડાને પાર કરી ગઈ છે. આની સાથે જ આ સિદ્ધિ મેળવનાર ટીસીએસ ભારતની પ્રથમ કંપની બની ગઈ છે. તેના શેરની કિંમતમાં જોરદાર ઉછાળો નોંધાતા ટીસીએસની માર્કેટ મૂડી બીએસઈમાં ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન વધીને ૭૦૩૩.૦૯ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. એક્સચેંજમાં માર્કેટ મૂડી ઉંચી સપાટીએ પહોંચી જતાં તેની શેર કિંમત બાવન સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી હતી.
ટીસીએસના શેરમાં ૧.૯૧ ટકાનો ઉછાળો નોંધાતા તેના શેરની કિંમત ૩૬૭૪ નોંધાઈ હતી. આ વર્ષે હજુ સુધી આ કંપનીના શેરમાં ૩૫ ટકાનો વધારો થઇ ચુક્યો છે. ટીસીએસની માર્કેટ મૂડી આ વર્ષે છ ટ્રિલિયનના માર્ક સુધી પહોંચી ગઈ હતી. આની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બાદ આ સિદ્ધિ ઉપર પહોંચનાર તે બીજી કંપની બની ગઈ હતી.

Related posts

આતંકવાદી હવે શરણે થવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે

aapnugujarat

४ जनवरी को अमेठी में राहुल गांधी और स्मृति इरानी

aapnugujarat

भारतीय अर्थव्यवस्था में तेजी से विकास करने की क्षमता : दुनियाबिजनेस बिल गेट्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1