Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૩૫ પોઇન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે જુદા જુદા પરિબળો વચ્ચે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૫ પોઇન્ટ ઉછળીને ૩૪૬૫૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ ઉછળીને ૧૦૫૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દુસ્તાન કુપર અને કોલ ઇન્ડિયાના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૮ના ત્રિમાસિક ગાળામાં તેમાં ૭૭.૧૮ અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. અગાઉના સમયગાળામાં ૨૮.૧૫ અબજના નેટ નફા સામે જાન્યુઆરી-માર્ચ ૨૦૧૮માં નેટ નુકસાનનો આંકડો ૭૭.૧૮ અબજ રૂપિયા રહ્યું છે. ડો. રેડ્ડી લેબના શેરમાં છ ટકાથી ઉપરનો વધારો થયો હતો. અલબત્ત તેના ત્રિમાસિક પ્રોફિટમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એશિયન શેરબજારમાં આજે ઉદાસીનતા જોવા મળી હતી. જાપાનના નિક્કીમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. ઓસ્ટ્રેલિયન શેરમાં ૦.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. તેલ કિંમતો ૮૦ ડોલર પ્રતિબેરલની નજીક પહોંચી ગઈ છે. શેરબજારમાં ગઇકાલે પણ રેન્જ આધારિત કારોબાર રહ્યો હતો. સોમવારના દિવસે રેન્જ આધારિત કારોબારના અંતે સેન્સેક્સ ૨૩૨ પોઈન્ટ ઘટીને ૩૪૬૧૬ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૦ પોઈન્ટ ઘટીને ૧૦૫૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી, જેટ એરવેઝ, તાતા મોટર્સ દ્વારા ૨૩મી મેના દિવસે તેમના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામા આવનાર છે. ગેઇલ, એમઓઆઈએલના પરિણામ ૨૪મી મેના દિવસે જાહેર કરાશે. બેંક ઓફ બરોડા, કેડિલા હેલ્થ કેર, એન્જિનિયર્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કુપર્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્ર દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કર્ણાટક ઘટનાક્રમની સ્થિતીની અસર પણ બજારમાં જોવા મળી રહી છે. બીએસ યેદીયુરપ્પાએ ગુરુવારના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ શનિવારે રાજીનામુ આપી દીધું હતું. સરકારની રચના કરવા માટે જરૂરી ૧૧૨ના આંકડા સુધી પહોંચવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, માર્કેટ માટે અન્ય કોઇપણ પરિબળો નકારાત્મકરીતે રહેનાર નથી. ૯મી મેથી ૧૧મી મે દરમિયાન એનબીએફસીનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો. ક્રૂડની કિંમત સતત છઠ્ઠા સપ્તાહમાં વધી ગઈ છે. આ સપ્તાહમાં તેની કિંમત બેરલદીઠ ૮૦ ડોલર સુધી પહોંચી ગઈ છે. અન્ય વિવિધ પરિબળો પણ જોવા મળી રહ્યા છે જેમાં ફેડરલ રિઝર્વની મે મહિનાની બેઠક બુધવારના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. આ ઉપરાંત યુરોપમાં પણ મહત્વની બેઠક યોજાનાર છે. માર્કેટની દિશા નક્કી કરવામાં આ છ પરિબળો ચાવીરુપ ભૂમિકા ભજવશે. છેલ્લા ૧૦ સપ્તાહમાં સાપ્તાહિક આધાર પર ઇક્વિટીમાં સૌથી વધુ ઘટાડો હાલમાં નોંધાયો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

પાક.નો ૪૦થી વધુ ચોકીને ટાર્ગેટ કરી ગોળીબાર

aapnugujarat

विधानसभा में हार का लोकसभा पर कोई असर नहीं : अमित शाह

aapnugujarat

જોબવર્ક માટે ટેક્સરેટમાં ઘટાડો કરવા તૈયારી : રેટ પાંચ ટકા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1