Aapnu Gujarat
બ્લોગ

નિતંબની નજાકતની માવજત

દૈહિક સૌષ્ઠવ એ સ્ત્રીના શરીરનું અત્યંત આકર્ષક પાસું છે. સ્ત્રી ભલે શ્યામ વર્ણની હોય, ચહેરો મહોરો, સામાન્ય હોય, પણ જો એની શારીરિક રચના સુગઠિત હોય, વક્ષઃ સૃથળ ઘાટીલું અને પુષ્ટ હોય, કમર પાતળી અને નિતંબ સુડોળ હોય તો એ ચોક્કસ આકર્ષક દેખાય છે. મોટાભાગે કસરત કે શારીરિક શ્રમ ન કરવાને કારણે અને વધારે સમય બેસી રહેવાથી કે સૂઈ રહેવાથી નિતંબની સ્થૂળતા વધી જાય છે અને દેખાવમાં પણ અત્યંત હાસ્યાસ્પદ લાગે છે. વધારે સમય ખુરશીમાં બેસી રહેતી નોકરી કરતી સ્ત્રીઓ આળસુ સ્વભાવની સ્ત્રીઓ આૃથવા વધુ હરવા ફરવાનું પસંદ ન કરતી સ્ત્રીઓના નિતંબ સપાટ થઈને ફેલાઈ જાય છે. આવા નિતંબ અત્યંત બેડોળ, સ્થૂળ અને લચી પડેલા દેખાય છે, જેને કારણે ચાલ તો ખરાબ થઈ જ જાય છે, સાથોસાથ દેહ સૌંદર્ય પણ નાશ પામે છે. જો થોડી સાવધાની રાખવામાં આવે તો નિતંબનો આકાર સુડોળ અને આકર્ષક બની શકે. જો નિતંબ તથા છાતીનું માપ સમાન હોય તોએ આદર્શ માપ છે, પરંતુ વયવૃધિૃધની સાથોસાથ જો નિતંબનો ઘેરાવો ત્રણ ચાર ઈંચ વધી જાય તો એમાં ચિંતા કરવાની જરૃર નથી. હા, એનાથી વધારે ઘેરાવો વધવો ન જોઈએ. એકવાર જો નિતંબનોે ઘેરાવો વધી જાય તો ઓછો કરવામાં મુશ્કેલી પડે છે. આ અંગે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૃરી છે. છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન સ્ત્રીઓના આધુનિક પોશાકોની ફેશનની હોડમાં બેકલેસ પોશાક વધારે પ્રચલિત થયા છે. ડ્રેસ ડિઝાઈનરો પણ પાછળની તરફ વિભિન્ન પ્રકારના લો-કટવાળા ડ્રેસ તૈયાર કરે છે આની પાછળનો હેતુ એ જ હશે કે સ્ત્રીએ માત્ર શરીરના આગળના ભાગનું જ નહીં, પાછળના ભાગનું સૌંદર્ય પણ દર્શાવવું જોઈએ. સાડી પહેરતી સ્ત્રીઓની પીઠ તથા કમર ખુલ્લી રહે છે. આવી સ્ત્રીઓનો શારીરિક ઘાટ અને રૃપ આકર્ષક હોય તો જ તેમને બેકલેસ આૃથવા પાછળથી લો-કટ હોય એવા પોશાક વધારે શોભે છે. વિદેશોમાં ફેશનેબલ સ્ત્રીઓ ’શોર્ટ કર્ટ’ પોશાક પહેરતી હોવાથી તેઓ તેમના પૃષ્ઠ ભાગનું ખાસ ધ્યાન રાખે છે, કેમ કે આ પોશાકમાં તેમના લગભગ આખા પગ તથા અડધા નિતંબ દેખાતા હોય છે. આથી તેઓ નિયમિત કસરત, સમતોલ આહાર, સ્વચ્છતા અને માલિશ દ્વારા પોતાના અંગોના યોગ્ય ઘાટ અને કોમળતા જાળવી રાખે છે. નિયમિત ’સ્ટીમ બાથ’ લેવાથી પીઠ સુંદર બને છે તેના લીધે ત્વચા પર બ્લેક હેડસ થવા, ત્વચા નિર્જીવ થઈ જવી, કાળી પડી જવી વગેરે વિકાર દૂર થાય છે અને વધારાની ચરબી પણ ઘટે છે.પ્રતિદિન સ્નાન કરતી વખતે ભીના સ્પોન્જને સાબુવાળું કરી, પીઠ પર ઘસવાથી મૃત કોશિકાઓ દૂર થાય છે અને લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે.
ક્યારેક બહાર જવાની ઉતાવળ હોય, પીઠ સાફ ન હોય અને તમે બેકલેસ પોશાક પહેરવા ઈચ્છતા હો, તો પીઠ પર કોઈ પણ ફેસપેક લગાવી, ૧૫-૨૦ મિનિટ બાદ ધોઈ નાખો. તેનાથી ત્વચા સ્વચ્છ અને કસાયેલી બની જાય છે. પાછળથી લો-કટ પોશાક પહેરવાથી આખી ગરદન દેખાતી હોય છે તેથી ગરદન પણ સુંદર દેખાવી જોઈએ. ગરદન વધારે પડતી અક્કડ કે નમાવીને રાખવાથી તેના પર ભાર આવે છે. આથી સંજોગોવશાત આવી સિૃથતિમાં રહેવું પડે તો દરરોજ ગરદન પર થોડીવાર શાવરનું પાણી પડવા દો જો ગરદનમાં દુઃખાવો કે ખેંચ થતા હોય તો તેના પર ધીમે ધીમે ગરમ પાણીની ધાર કરો. ગરદનને નીચે સુધી બદામના તેલથી માલિશ કરવાથી પણ તે સુંદર દેખાય છે અને પીઠનું સૌંદર્ય બમણું થઈ જાય છે. નીચે પીઠ માટેના સ્નાનની રીત આપી છે. સામગ્રીઃ- છ મોટા ચમચા બદામનું તેલ, છ મોટા ચમચા ઓટનો લોટ, છ મોટા ચમચા નહાવાના સાબુનો બારીક પાવડર, એક મોટો ચમચો મીઠું. રીતઃ- આ બધી વસ્તુઓને મિક્સ કરી બરણીમાં ભરી દો. વાપરવાની જરૃર ઊભી થાય ત્યારે પાણી લઈ તેમાં જરૃર પૂરતું આ મિશ્રણ ઢોળો. ત્યાર બાદ સ્પોંજથી તેને ગરદન, પીઠ, કમર, નિતંબ, જાંઘ તથા પગ પર લગાવી, ધીમે ધીમે ઘસો અને પછી શાવરથી સ્નાન કરો શરીરને લૂછયા બાદ મોઈશ્ચરાઈઝર લગાવો. બે-ત્રણ મિનિટ સુધી ઊભાં ઊભાં જ કૂદકા મારો જેથી નિતંબમાં હલનચલન થાય.
* ચડતી-ઉતરતી વખતે દાદરાનો જ ઉપયોગ કરો. મોટા ભાગે ભારે નિતંબવાળી સ્ત્રીઓ દાદરા ચડવા-ઉતરવાનું પસંદ કરતી નથી નિતંબનો ઘેરાવો વધી ગયા પછી ઓછો કરવામાં મુશ્કેલી પડે છે.
* બને ત્યાં સુધી ઊભા રહીને તથા હરવા ફરવાનું કામ વધારે કરો.
* સૂતી વખતે સીધા ન સૂતાં પડખાંભેર સૂવાનું રાખો.
* બેઠાં બેઠાં નિતંબને સંકુચિત કરો અને ઢીલા છોડો. આ કસરતથી નિતંબ સુડોળ બનશે.
* ખુરશી પર બેસતી વખતે કિનારે ન બેસતાં પાછળ પીઠ ટેકવીને બેસો. કિનારા પર બેસવાથી જાંઘ લટકતી રહે છે પરિણામે ત્યાં ચરબી જમા થાય છે અને તે પાછળથી નિતંબ પર પણ જમા થાય છે.
* દોરડા કૂદવા જેવી સારી બીજી કોઈ કસરત નથી. એનાથી માત્ર નિતંબ જ નહીં, આખું શરીર કસાયેલું રહે છે.
* પ્રસૂતિ બાદ બાળકનું તમામ કામકાજ જાતે કરવામાં આવે તો એટલી બધી હરફર થાય છે કે નિતંબ કસાયેલા રહે છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

विकलांग फौजीयों से टेक्स लेगी मोदी सरकार, करे कोइ भुगते कोइ..! ये कैसा न्याय..?

aapnugujarat

યુવાનોમાં વધ્યો છે જોખમી ‘કિકી ચેલેન્જ’નો ક્રેઝ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1