Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં ભારે હિંસા

પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણી દરમિયાન મોટાપાયે હિંસા થઇ છે જેથી પંચાયત ચૂંટણી રક્તરંજિત બની ગઈ છે. આ હિંસામાં ૧૨ લોકોના મોત થઇ ગયા છે. મોટાપાયે હિંસાથી કેન્દ્ર સરકાર પણ હચમચી ઉઠી છે. કેન્દ્ર સરકારે હિંસાઓના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રિપોર્ટની માંગ કરી છે. મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. આજે સવારે મતદાન થયા બાદ જ હિંસાની શરૂઆત થઇ હતી. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. મતદાન ચાલી રહ્યું હતું કે, બપોરે બે વાગ્યા સુધી રાજ્ય ચૂંટણી પંચને ૫૦૦થી પણ વધારે ફરિયાદો મળી હતી. બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ અને તૃણમુલ કોંગ્રેસથી ભાજપમાં સામેલ થયેલા મુકુલ રોય હિંસાના મામલામાં રાજ્યપાલ સમક્ષ પણ રજૂઆત કરી રહ્યા છે. નંદીગ્રામમાં અપક્ષ ઉમેદવારના બે સમર્થકો વચ્ચે હિંસા થઇ હતી જેમાં બેના મોત થયા હતા. બેલદાંગામાં ભાજપના કાર્યકર તપન મંડલની હત્યા કરી દેવામાં આવી હતી. બોંબ હુમલા, છૂરાબાજીની ઘટના, બોંબ ઝીંકવાની ઘટનાઓ, સામ સામે મારામારી સહિતની ઘટનાઓ બની હતી. ઉત્તરીય ચોવીસ પરગનાના અમડંગામાં બોંબ ફાટતા ૨૦ લોકો ઘાયલ થયા હતા. વીરપાડાની સામેથી આવેલા એક વિડિયોમાં તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો એક પોલિંગ બુથની બહાર લોકોને મત આપતા રોકી રહ્યા છે. ટીએમસી પર બુથ કેપ્ચરિંગનો આક્ષેપ પણ મુકવામાં આવી રહ્યો છે. શનિવારના દિવસે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના એક કાર્યકર અને તેમના પત્નિને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આજે વ્યાપક હિંસાની ઘટનાઓ બન્યા બાદ ખળભળાટ મચી ગયો છે. નાંદિયા જિલ્લાના નકાસીપુરામાં પોલિંગ બુથથી પરત ફરી રહેલા ટીએમસી કાર્યકરોની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં ઉંડી તપાસ હાથ ધરાઈ છે.

Related posts

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

editor

कमलनाथ सोनिया गांधी से मिले : ज्योतिरादित्य की नाराजगी और कई मुद्दो पर बातचीत की

aapnugujarat

યાસીન ભટકલને સુરક્ષાના હેતુસર હવે અફઝલ ગુરૂને જે સેલમાં રાખવામાં આવ્યો હતો ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1