Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી વિરુદ્ધ મનમોહનસિંહે રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખ્યો

પૂર્વ વડાપ્રધાન મનમોહસિંહ અને કોંગ્રેસના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન મોદીની સામે નારાજગી વ્યક્ત કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. પત્રમાં રાષ્ટ્રપતિ સમક્ષ અપીલ કરીને કહેવામાં આવ્યું છે કે, તેઓ વડાપ્રધાનને કોંગ્રેસ નેતાઓ અને અન્ય પાર્ટીના નેતાઓની સામે ધાકધમકી આપવાવાળી ભાષાથી રોકવા માટે પ્રયાસ કરે. મનમોહનસિંહ અને અન્ય નેતાઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મોદીનું વર્તન પીએમની મર્યાદા મુજબ દેખાઈ રહ્યું નથી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આ સંદર્ભમાં માહિતી આપી છે. કર્ણાટકના હુબલીમાં ચૂંટણી પ્રચાર કરતી વેળા મોદીએ ભાષણ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓને એક વાત સમજી લેવાની જરૂર છે કે જો મર્યાદાને પાર કરશે તો આ મોદી છે. લેવાના દેવા પડી જશે. કોંગ્રેસે આ ભાષણનો ઉલ્લેખ કરીને તેને વાંધાજનક ગણાવ્યું છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને આ સંદર્ભમાં જાણ કરી છે. કોંગ્રેસે પોતાના પત્રમાં આ ભાષણના યુટ્યુબલિંકનો પણ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં પીએમ પદ માટે લેવામાં આવતા શપથનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, હજુ સુધી કોઇપણ વડાપ્રધાને પોતાના હોદ્દાની મર્યાદાને પાળીને આ પ્રકારના નિવેદન કર્યા નથી. તમામ વડાપ્રધાનો મર્યાદામાં રહ્યા છે અને આક્ષેપબાજીમાં પડ્યા નથી. ભારત જેવા લોકશાહી દેશમાં વડાપ્રધાનના હોદ્દા પર રહીને કોઇ વ્યક્તિ આ પ્રકારની ભયભીત કરવાવાળી ભાષાનો ઉપયોગ કઇરીતે કરી શકે છે. મોદીની સામે રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્રમાં મનમોહનસિંહ ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓએ પોતાના હસ્તાક્ષર કર્યા છે જેમાં ચિદમ્બરમ, અશોક ગેહલોત, દિગ્વિજયસિંહ, મુકુલ વાસનીક, કમલનાથ, મોતીલાલ વોરા, અંબિકા સોની, અહેમદ પટેલ, આનંદ શર્મા અને એકે એન્ટોનીનો સમાવેશ થાય છે. મનમોહનસિંહ દ્વારા લખવામાં આવેલા આ પત્રને લઇને રાજકીય પક્ષોમાં પણ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. મોદીની સામે મનમોહનસિંહના પત્ર બાદ રાષ્ટ્રપતિ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ ભાજપના લોકોનું કહેવું છે કે, લોકોને ગેરમાર્ગે દોરવાના હેતુસર આ પ્રકારના દાવા અને આક્ષેપબાજી કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે. મનમોહનસિંહના પત્રમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓના હસ્તાક્ષર રહેલા છે.

Related posts

ગુજરાત હિંસા : બિલકિસ બાનુને ૫૦ લાખનું વળતર અપાશે

aapnugujarat

નોટબંધીનો નિર્ણય ‘તઘલખી’ હતો : જયરામ રમેશ

aapnugujarat

प्रधानमंत्री मोदी ने डिफेंस एक्‍सपो के जरिए विपक्ष पर साधा निशाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1