Aapnu Gujarat
ગુજરાત

આણંદના કોંગ્રેસના ધારાસભ્યના પુત્રોએ જાહેર કાર્યક્રમમાં હવામાં ફાયરીંગ કર્યું

આણંદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાના બે પુત્રો સહિત કુલ ૮ લોકો સામે આણંદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ક્ષત્રીય સમાજના એક ડાયરાના કાર્યક્રમમાં ખુલ્લેઆમ હવામાં ફાયરીંગ કરીને લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરવાના આરોપસર પોલીસે આર્મ્સ એક્ટ અને આઇપીસી હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
તારીખ ૧૧મી મે ના રોજ ક્ષત્રીય સેવા આણંદ જિલ્લા દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે ૧૨ વાગે ગાયક કલાકાર રાજભા ગઢવીના આગમન સમયે ધારાસભ્યના પુત્રો સહિત અન્ય ૬ વ્યક્તિઓ અને ૨ અજાણ્યા વ્યક્તિઓએ જાહેરમાં બંદુકો વળે હવામાં ફાયરીંગ કર્યું હતું.
આ ફાયરીંગનો વીડિયો વાયરલ થયો હતો જેના આધારે આણંદ ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહે ધારાસભ્યના બે પુત્રો મહેન્દ્રભાઈ કાન્તીભાઈ સોઢા અને રણજીતભાઈ કાન્તીભાઈ સોઢા સહીત, સુનીલસિંહ પરમાર, સંદીપસિંહ ડાભી,રવિરાજસિંહ વાઘેલા, દીપકસિંહ ગોહિલ, અમિતસિંહ ગોહિલ,વિજયસિંહ સોલંકી અને અન્ય બે-ત્રણ અજાણ્યા માણસો સામે પોતાની પાસેની બન્દુકોમાંથી લોકડાયરાવાળી જગ્યાએ હવામાં ફાયરીંગ કરી ભયનું વાતાવરણ પેદા કરવાના અને ગુનો કરવામાં મદદગારી કરવાના આરોપસર ફરિયાદ દાખલ કરી છે.આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણે જણાવ્યું કે આ ઘટના સમયે સુરક્ષા માટે હાજર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ લોકોને રોકવામાં આવ્યા હતા ત્યારે તેઓએ એમ કહ્યું કે અમારી પાસે લાયસન્સ વાળી બંદુકો છે એટલે અમે ફાયરીંગ કરીશું. આં ઘટનાનો વીડિયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેના આધારે આં ફાયરીંગમાં સામેલ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આણંદ પોલીસે આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧) (૧) અને ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૧૪ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

Related posts

अहमदाबाद सीविल में दोनों कीडनी फेइल मरीज को उपचार के बिना निकाल दिया

aapnugujarat

યુપીમાં ખેડૂતના મોત સંદર્ભે સુરેન્દ્રનગરમાં ભારે રોષ

editor

અલ્પેશની ‘ઠાકોર સેના’ વેર વિખેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1