Aapnu Gujarat
ગુજરાત

ગોતાથી દારૂની મહેફિલ માણતાં બે યુવતીઓ સહિત છ ઝડપાયા

શહેરના ગોતા વસંતનગર ટાઉનશીપ પાસે વીર સાવરકર હાઇટ્‌સ-૨માં પોલીસે પાડેલા દરોડા દરમ્યાન બે યુવતીઓ અને ત્રણ યુવકો સહિત કુલ છ લોકોને દારૂની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપાયા હતા. સોલા હાઇકોર્ટ પોલીસે આ બનાવ અંગે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, ફલેટમાં વગર પરમીટે પ્રરપ્રાંતીય લોકોને બોલાવી દારૂની મહેફિલ માણવાના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. નોંધનીય વાત તો એ છે કે, પોલીસે દરોડા પાડી ઉપરોકત યુવક-યુવતીઓને રંગેહાથ દારૂની મહેફિલ માણતાં ઝડપ્યા ત્યારે તેઓ સરખા ઉભા રહેવાની સ્થિતમાં પણ ન હતા, એટલી હદે ટીન થઇને બેઠા હતા. તેમની આંખો પણ દારૂના નશામાં લાલઘૂમ હતી જે જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સોલા હાઇકોર્ટ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગોતા વસંતનગર ટાઉનશીપ પાસે વીર સાવરકર હાઇટ્‌સ-૨માં દારૂની મહેફિલ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેને પગલે પોલીસે મહિલા પોલીસ કોન્સ્ટેબલોને સાથે રાખી ઉપરોકત એપોર્ટમેન્ટમાં અચાનક જ દરોડા પાડયા હતા અને વીર સાવરકર હાઇટ્‌સ-૨ના એ-સી-૧૩૦૧ ફલેટમાંથી બે યુવતી, ત્રણ યુવકો સહિત છ જણાંને દારૂની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી યુવક-યુવતીઓમાં ક્રીશ રાજીવ કાલરા(એ-સી-૧૩૦૧, વીર સાવરકર હાઇટ્‌સ-૨, ગોતા વસંતનગર ટાઉનશીપ પાસે), આશિષ રમણલાલ શાહ(બી-૨, આમ્રપાલી ફલેટ, સુખીપુરા), અભિલાષ રવિન્દ્રપાલ ચૌધરી(ઉ.વ.૨૮)(રહે.ગામ, છનગાર, જિ.મંડી, હિમાચલપ્રદેશ), ઇશીન રજનીકાંત પટેલ(ઉ.વ.૩૪)(રહે.શુભલક્ષ્મી ટાવર, નારણપુરા) , કાર્તિકા વિજેન્દ્રસીંગ રાવ(ઉ.વ.૨૪)(બીવીંગ પેસીફિક ઓશીઅન, અંધેરી વેસ્ટ,મુંબઇ) અને છાયા અભિલાષ ચૌધરી(ઉ.વ.૨૮)(રહે.ગામ, છનગાર, જિ.મંડી, હિમાચલપ્રદેશ)નો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી કિંગફિશર, ૧૦૦ પાઇપર્સ ડિલક્ષ બ્લેન્ડેડ સ્કોચની બોટલો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે જરૂરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

भीलोदा से विधानसभा चुनाव लडने के लिए आईपीएस अधिकारी ने नौकरी छोड़ी

aapnugujarat

સુરત લોકસભા સીટ ભાજપ માટે મજબુત ગઢ સમાન રહીે

aapnugujarat

ગુજરાતમાં પણ કૃષિ બિલ મુદ્દે ખેડૂત આંદોલનના એંધાણ

editor

Leave a Comment

UA-96247877-1