Aapnu Gujarat
ગુજરાત

સુરત લોકસભા સીટ ભાજપ માટે મજબુત ગઢ સમાન રહીે

ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતવાના વર્ષ ૨૦૧૪ના રેકોર્ડનું પુનરાવર્તન કરવા મેદાનમાં ઉતરેલા ભાજપ માટે સુરતની લોકસભા બેઠક તેના માટે મજબુત ગઢ સમાન બની ગઇ છે. ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૧૯૯૧થી સતત સાવ વખત આ બેઠક પર જીત મેળવીને જોરદાર સપાટો બોલાવ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ સીટ પર મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દર્શનાબેન જરદોષે મોટા અંતરથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૪માં આ બેઠક ભાજપે ૫૩૨૫૨૫ મતે જીતી લીધી હતી. વર્ષ ૨૦૧૪માં આ લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ સાતેય બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી હતી. છેલ્લી ચૂંટણીમાં દર્શનાબેને ૭૧૮૪૧૨ મત મળ્યા હતા. તેમના નજીકના હરિફ ઉમેદવાર કોંગ્રેસના દેસાઇ નેષેદ ભાઇ હતા. તેમને ૧૮૫૨૨૨ મત મળ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં આ બેઠક પર કુલ આઠ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા હતા. ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે એક જ તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકો મળે છે તેના ઉપર તમામનું ધ્યાન રહેશે. અલબત્ત, મોદી-શાહના વતન રાજ્ય હોવાથી સૌથી હોટ ફેવરીટ સ્પર્ધા ગુજરાત રાજ્યમાં જ રહી શકે છે. ગુજરાતમાં દેખાવના પુનરાવર્તનની શક્યતાને પણ કેટલાક લોકો નકારી રહ્યા નથી.ગુજરાતમાં હજુ સુધીના સર્વે અને પોલના તારણો ભાજપની સરસાઈ દર્શાવે છે. સમીકરણો ઉપર ધ્યાન આપવામાં આવે તો સુરતની બેઠક સારા અંતરથી ભારતીય જનતા પાર્ટી જીતવા માટેની સ્થિતિ ધરાવે છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર ૬૩.૮૬ ટકા મતદાન થયુ હતુ. જ્યારે નોટાના ખાતામાં ૧૦૯૩૬ મત પડ્યા હતા. સુરતન બેઠક પર ભારતીય જનતા પાર્ટીની મજબુત પક્કડ રહેલી છે. સુરત બેઠક હેઠળ આવતી તમામ સાતેય બેઠક પર ભાજપની સરસાઇ ૨૦૧૭માં પણ રહેલી છે. સરસાઇના મતોનો સરવાળો ૩૦૧૮૮૯ થાય છે. સુરતમાં આ વખતે પણ ભાજપની સ્થિતી હાલની સ્થિતી મુજબ કોંગ્રેસ કરતા મજબુત દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આ બેઠક પર પુરતી તાકાત લગાવી દેવામાં આવી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના અગાઉના દેખાવને ધ્યાનમાં લેવામાં આવે તો તેની જીત નિશ્ચિત દેખાય છે.

Related posts

માથાસુરની બી.એચ.પટેલ સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

વરિષ્ઠ નાગરિકોને 31મી માર્ચ પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન

editor

બેફામ વાણીવિલાસ કરનાર અંગે ચૂંટણી પંચે હવે રિપોર્ટ માંગ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1