Aapnu Gujarat
Uncategorized

સંતાનસુખથી વંચિત પરિણિતા ભુવાના હાથે દુષ્કર્મનો શિકાર

ગીર સોમનાથના તાલાલા ખાતે સંતાનસુખથી વંચિત એક પરિણિતાની લાચારીભરી પરિસ્થિતિનો લાભ ઉઠાવી એક સ્થાનિક ભુવાએ તેની પર દુષ્કર્મ આચરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે પાખંડી અને હવસખોર ભુવા દાસબાપુ પરસોત્તમ ડોબરીયાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ તાજેતરમાં જ સંતાનસુખથી વંચિત એક પરિણિતા પર એક તાંત્રિકે આ જ પ્રકારે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. સમાજમાં આવા ઢોંગી અને પાખંડી ભુવા-તાંત્રિકોની કમી નથી કે જે લોકોની લાચારી કે સંજોગોનો લાભ ઉઠાવી તેમને પોતાની હવસ અથવા તો પૈસાની લાલચનો શિકાર બનાવતા હોય છે. તાલાલાનો આજનો કિસ્સો સમાજ માટે ચેતવણીરૂપ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, તાલાલાની એક પરિણિતાને સંતાનસુખ નહી હોવાથી તેણી બોરવાવનાં દાસબાપુ પરસોતમ ડોબરીયાનાં સંપર્કમાં આવી હતી. આ દાસબાપુ ભુવા એ પરિણિતાને પોતાના ઘરે બોલાવતાં પરિણિતા અને તેની સાસુ બોરવાવ ગયા હતા. જ્યાં પરિણિતાની સાસુને ઘર બહાર બેસાડી ભુવાએ પરિણિતાને ખાટલામાં નિર્વસ્ત્ર થઇ સુઇ જવા કહ્યું હતું સાથે ભુવોએ પોતે પણ પોતાના વસ્ત્રો ઉતારી દીધા હતાં અને પોતે નિર્વસ્ત્ર બની તેની સાથે સુઇ ગયો હતો. પરિણીતાનો વિરોધ કરવા છતા પાખંડી ભુવાએ પરિણિતાની ઇચ્છા વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ફરીથી ભુવાએ વિધી ફેલ ગઇ હોવાનું કહી ફરીવાર પરિણિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આમ ઢોંગી ભૂવાએ વિધીની બહાને પરિણિતાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહી, થોડા દિવસો બાદ દાસબાપુનો ફરી પરિણિતાનાં પતિને ફોન આવ્યો હતો અને બંને પતિ-પત્નીને પોતાના ઘરે આવવા જણાવ્યું હતું. પતિએ પત્નીને ભુવાનાં ઘરે જવાનું કહેતાં પરિણિતાએ ભુવાને ઘરે જવાની ના પાડી દીધી હતી અને પત્નીએ ભુવા દાસબાપુએ અગાઉ મેલી વિદ્યા કાઢવાનાં બહાને પોતાના પર બે વાર આચરેલા દુષ્કર્મની વાત કહેતાં પતિ ઉશ્કેરાયો હતો અને પરિણિતાને લઇ તાલાલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરણિતાની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે પાખંડી ભુવા દાસબાપુ પરસોત્તમ ડોબરીયાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે પણ ઢોંગી ભુવાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Related posts

સિંહ મોત કેસમાં સરકારના વલણને લઇ હાઇકોર્ટ ખફા

aapnugujarat

નર્મદા ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે : મંત્રીશ્રી ચિમનભાઇ શાપરિયા

aapnugujarat

પ્રભાસ પાટણના ગણેશ ઉત્સવ માં પૂજા-અર્ચના કરી સહભાગી થતા કલેકટર અજય પ્રકાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1