Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મીડિયાએ સામાન્ય માનવીને જવાબદારીપૂર્વક સક્ષમ બનાવવું જોઇએ : રવિ શંકર પ્રસાદ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી તથા કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભારત સરકાર માટે મીડિયાની સ્વતંત્રતા એ રાજ્યની નીતિનો અભિન્ન ભાગ છે અને તેને બંધારણે માન્યતા આપેલી છે તથા ન્યાયતંત્રએ સંખ્યાબંધ ચૂકાદાઓમાં તેને મજબૂતી પ્રદાન કરી છે. આજે ૧૫મી એશિયા મીડિયા પરિષદને સંબોધતા શ્રી પ્રસાદે જણાવ્યું હતું કે મીડિયાને માહિતગાર કરવાનો કે માહિતીનો પ્રસારણ કરવાનો, આલોચના કરવાનો, સલાહ અને સૂચન આપવાનો સંપૂર્ણ અધિકાર છે. આ ઉપરાંત બંધારણ મુજબ મીડિયાને આપેલા અધિકારો વાજબી મર્યાદાને આધિન છે.માહિતીના દુરુપયોગ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર ભારત દેશને માહિતીની ચોરીનું કેન્દ્ર બનવા દેશે નહીં અને દગાબાજી કે છેતરપિંડી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં માહિતીનો વેપાર થવા દેશે નહીં. પ્રસાદે જણાવ્યું હતું કે ડેટા કોમર્સના બિઝનેસમાં સંકળાયેલી તમામ ઓનલાઇન કંપનીઓએ તેમની જવાબદારીની સુક્ષ્મતાને સમજી લેવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે ડેટાના ખાનગીકરણના મામલે તાજેતરમાં જે વિવાદ પેદા થયો હતો તે અંગે સરકારે અત્યંત મક્કમ વલણ અપનાવ્યું છે.પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં જવાબદારી અગત્યની છે અને સરકાર, ન્યાયતંત્ર, ધારાસભા અને મીડિયા તમામ સંસ્થાઓએ આ સિદ્ધાંતનું પાલન કરવું પડશે. ભારત ડેટા એનાલિસિસનું મોટું કેન્દ્ર બની રહ્યું છે તે બાબતને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે ડેટાની ઉપલબ્ધતા, ડેટાના વપરાશ, ડેટાના નવીનીકરણ, ડેટાની ગુપ્તતામાં યોગ્ય સહકારની જરૂર છે. તેમણે ઉમેર્યું કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજના અધ્યક્ષપદે એક સમિતિ દેખરેખ રાખી રહી છે અને ટૂંક સમયમાં સરકાર ડેટા પ્રોટેક્શન કાયદો લાવી રહી છે.નૈતિક પત્રકારત્વ પર ભાર મૂકતા, કાયદા મંત્રીએ કહ્યું હતું કે તે હંમેશા યોગ્ય, સત્ય, યોગ્ય રીતે રજૂ કરાયેલુ અને બંને પક્ષોની રજૂઆત કરતું તથા સમાચારના ગ્રાહકોને શક્તિશાળી બનાવતું અને સ્વતંત્ર હોવું જોઈએ. મંત્રીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું વર્તમાન મીડિયા સનસનીખેજ, પેઈડ ન્યૂઝ, ફેક ન્યૂઝ તથા કાવતરાને વધારે પડતા મોટા સ્તરે રજૂ કરે છે. તે એક ચર્ચાનો વિષય છે.મીડિયા દ્વારા સ્વનિયંત્રિત સિદ્ધાંતને સમર્થન કરતા પ્રસાદે કહ્યું હતું કે મધ્યસ્થી દ્વારા જતી માહિતી જોખમી ન હોવી જોઈએ તથા દેશની સલામતી અને અખંડિતતા માટે ખતરારૂપ ન હોવી જોઈએ અને તેનાથી કોપીરાઇટ્‌સ પર અતિક્રમણ ન થવું જોઈએ, આ બાબતો આઈટી એક્ટ નિર્દેશિત કરે છે. ગુપ્તતાની પવિત્રતા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ ગુપ્તતાને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. પરંતુ તેમણે ઉમેર્યું હતું કે ગુપ્તતાની દલીલ ભ્રષ્ટ અને આતંકવાદીઓ માટે ઢાલ બની શકે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે આતંકવાદનો મુદ્દો, તિરસ્કારનો પ્રચાર અને કોમવાદી તથા કટ્ટરતાને પ્રોત્સાહન આ બધા મુદ્દાઓ વૈશ્વિક છે અને તેને યોગ્ય રીતે લાગુ કરવાની જરૂર છે.સોશિયલ મીડિયાના પડકારો પર ભાર મૂકતા પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર પ્રેસની સ્વતંત્રતા માટે વચનબદ્ધ છે પરંતુ જોખમથી વાસ્તવિકતાને અલગ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે અત્યારે સરકારમાં એવા ઘણા છે જેમણે કટોકટી વખતે લડત આપી હતી જ્યારે સ્વતંત્રતાને કચડી નાખવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર સોશિયલ મીડિયાનો આદર કરે છે કેમ કે તે સામાન્ય માનવીને સક્ષમ બનાવે છે પરંતુ ક્યારેક આ માધ્યમમાં જે ભાષાનો ઉપયોગ થાય છે તે ચિંતાજનક બાબત છે.પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટ એ નવ્ય-સામ્રાજ્યવાદનો હાથો બની શકે નહીં. ઇન્ટરનેટને માનવ જાતની સૌથી શ્રેષ્ઠ શોધ ગણાવતાં તેમણે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ એ ગણ્યા ગાંઠ્યા લોકોની ઇજારાશાહી બની શકે નહીં. તેમણે ઉમેર્યું કે જો ઇન્ટરનેટનું વૈશ્વિકરણ કરવું હોય તો તેમાં સ્થાનિક વિચારો અને સંસ્કૃતિને સામેલ કરવી જોઇએ.સત્ર દરમિયાન પોતાના વિચારો પ્રગટ કરનારા અન્ય મહાનુભાવોમાં મહામહીમ શ્રી હસનુલ હક ઇનુ (બાંગ્લાદેશના માહિતી મંત્રી), મહામહીમ ડૉ. ખિયુ કાન્હારિથ (કમ્બોડિયાના માહિતી મંત્રી), શ્રી સેમ સિયુગ કો (કોરિયાના કમ્યુનિકેશન કમિશનના સ્ટેન્ડિંગ કમિશનર) અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ સી. કે. પ્રસાદનો સમાવેશ થાય છે. સત્રનું સંચાલન બ્રિટનના બેરિસ્ટર ડૉ. વેંકટ ઐય્યરે કર્યું હતું.એકંદરે ઘણા બધા મુદ્દાઓ પર સર્વાનુમતી સાધવામાં આવી હતી જેમાં જે તે વ્યક્તિની અંગત ખાનગી બાબતોને પૂરતો આદર આપીને રજૂઆતની સ્વતંત્રતા અને સ્વતંત્ર મીડિયાના તંદુરસ્ત વિકાસનો સમાવેશ થાય છે. સાથે સાથે બનાવટી સમાચારો અને સાઈબર ક્રાઇમ અને ત્રાસવાદના અપપ્રચાર માટે સાઈબર સ્પેસના દુરુપયોગ જેવા પડકારો પર તમામ વક્તાઓએ ભાર મૂક્યો હતો. વક્તાઓએ સાઈબર પાયરસી, પેટન્ટ અને કોપીરાઇટના ભંગ જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો હતો અને અલગ અલગ દેશો વચ્ચે સહકારની ભાવનાથી મંત્રણાઓ યોજીને આ સમસ્યાનો સામનો કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો.

Related posts

राजस्थान के बाड़मेर में आंधी से गिरा टेंट, १७ लोगों की मौत

aapnugujarat

સીબીઆઇના ઇન્ટરિમ ડાયરેક્ટરની નિમણૂંકના મામલે મેં ખોટા ટિ્‌વટ કર્યા હતા : પ્રશાંત ભૂષણ

aapnugujarat

આયુષ્યમાન યોજના : ૧૧ કરોડ કાર્ડ જારી કરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1