Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્ય પ્રદેશે ઘઉંના ખેડૂતોને દેશમાં સૌથી ઊંચા ભાવ અપાવ્યા

રવી સિઝનના મુખ્ય ધાન્યપાક ઘઉંમાં પિક સિઝનને પગલે વધતી આવક અને જળવાતી માગ વચ્ચે ભાવ ટેકાની આસપાસ જળવાઈ રહ્યા છે. હવામાનમાં ફેરફાર અને પાણીની અછત વચ્ચે ઉત્પાદનમાં ઘટાડો છતાં ઘઉંનું ઉત્પાદન ૯૭૧ લાખ ટનની આસપાસ રહેવાનો કૃષિવિભાગે અંદાજ મૂક્યો છે.
દેશભરમાં મોસમે કરવટ બદલતાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ઘઉંના પાકમાં નુક્સાન છતાં ભાવ પ્રતિ ક્વિન્ટલ ૧,૬૦૦થી ૨,૦૦૦ની આસપાસ દેશભરમાં છે. ગુજરાતમાં પણ ૧૦.૫૬ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ૩૨થી ૩૫ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો કૃષિ વિભાગને અંદાજ છે. સરકારે ટેકાના ભાવે ૫૦ હજાર ટન ઘઉંની ખરીદીના મૂકેલા લક્ષ્યાંક વચ્ચે માંડ ૨૬ હજાર ટનની ખરીદી કરાઈ છે. મધ્ય પ્રદેશ સરકારે આગામી દિવસોમાં ચૂંટણીને ધ્યાને લઇ ૨,૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરી છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ટેકાની આસપાસ ભાવ ચાલી રહ્યા છે. દેશમાં ઓછા વાવેતરને પગલે સરકારે ૯૭૧ લાખ ટન ઉત્પાદન થવાના મૂકેલા અંદાજ વચ્ચે ૨૪૫ લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. ૩૧૦ લાખ ટન ખરીદીનો દેશભરમાંથી લક્ષ્યાંક મૂકાયો છે.
કમોસમી વરસાદની અસરથી સારી ક્વોલિટી ધરાવતા ખેડૂતોએ હવે વેચાણમાં સાવધાની રાખવાની જરૃર છે. ૪૦ લાખ ટન ઘઉંની આયાત થવાની સંભાવના વચ્ચે આ માસમાં ભાવની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.સરકારે ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી શરૃ કરી છે. ચાલુ વર્ષમાં ૨૭ એપ્રિલ સુધીમાં સરકારે ખેડૂતો પાસેથી ૨૪૫ લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી છે. જેમાં ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૧,૭૩૫ના ભાવે ખરીદી થાય છે. સરકારી આંક અનુસાર પંજાબમાંથી ૧૦૨ લાખ ટન, હરિયાણામાંથી ૭૫.૯૮ લાખ ટન, ઉત્તર પ્રદેશમાંથી ૧૪.૮૫ લાખ ટન, મધ્ય પ્રદેશમાંથી ૪૩.૨૨ લાખ ટન અને રાજસ્થાનમાંથી ૮.૨૦ લાખ ટન ઘઉંની ખરીદી કરાઈ છે. ગુજરાતમાંથી પણ ૨૬ હજાર ટન ઘઉંની ખરીદી કરાઈ છે. હવે રાજ્યોમાં નવા ઘઉંની આવકો વધી છે.વિશ્વના સૌથી મોટા ઘઉં નિકાસકાર દેશ રશિયામાં આ વર્ષે ઉત્પાદન ઘટીને આવે તેવી સંભાવના છે. વર્ષ ૨૦૧૮-૧૯ની સિઝનમાં રશિયામાં ઘઉંના પાકને હવામાન માફક ન આવતાં આ વર્ષે ૭૨૦થી ૭૮૦ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. અમેરિકામાં પણ આ જ સ્થિતિ હોવાથી ભાવમાં થોડો સુધારો થઈ શકે છે.

Related posts

સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ ૩૫એ મામલે આ સપ્તાહે સુનાવણી થશે

aapnugujarat

મંદસોર ગેંગરેપનાં બંન્ને નરાધમોને ફાંસી

aapnugujarat

पहली बार सुखोई फाइटर से ब्रह्मोस मिसाइल का परीक्षण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1