Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીનનો મુકાબલો કરવા અંદમાન-નિકોબારમાં ફાઈટર જેટ તહેનાત કરશે ભારત

બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમવાર ભારતે ચીનનો મુકાબલો કરવા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ફાઈટર જેટ તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. ફાઈટર જેટ તહેનાત કરીને અંદમાન અને નિકોબાર ટાપુઓના મલક્કા, સુંદા, લુમ્બોક અને ઓમ્બઈ વેતાર વિસ્તાર ઉપરાંત હિંદ મહાસાગરના પશ્ચિમ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત બનાવવાનો ભારતનો પ્રયાસ છે. મહત્વનું છે કે, બીજા વિશ્વયુદ્ધ બાદ આ પ્રથમ ઘટના બનશે જ્યારે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ફાઈટર જેટ તહેનાત કરવામાં આવશે.
મલક્કા, સુંદા અને લુમ્બોક સાંડકા સમુદ્રી રસ્તાઓ છે જે હિંદ મહાસાગરને દક્ષિણ ચીન સાગર સાથએ જોડે છે. વિશ્વ વ્યાપારનો ૭૦ ટકા વ્યાપાર આ સાંકડા સમુદ્રી માર્ગ પરથી થાય છે.
ગત કેટલાંક વર્ષો દરમિયાન વધુમાં વધુ ચીની યુદ્ધ જહાજો, સબમરીન અને પરમાણુ સબમરીન ભારતના સમુદ્રી વિસ્તારમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના સમુદ્રી વિસ્તારમાં ચીન તેનું પ્રભુત્વ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ ઈન્ડિયન નેવીએ ભારતીય સમુદ્રી વિસ્તારમાં ઘુસેલા ચીની યુદ્ધ જહાજનો ફોટો ટ્‌વીટ કરીને બિજીંગને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ઈન્ડિયન નેવી ચીનની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. વિતેલા સમયમાં આક્રમક થયેલા ચીન સામે અંદમાન-નિકોબાર ચેન લાઈનને ડિફેન્સ લાઈન તરીકે તૈયાર કરવાની કેન્દ્ર સરકારની યોજના છે. જેને અમલમાં મુકવા માટે મોદી સરકાર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.અંદમાન અને નિકોબાર ટાપુ પ્રદેશમાં સુરક્ષા વધારવાનો નિર્ણય એ સમયે કરવામાં આવ્યો, જ્યારે ગત મહિને પીએમ મોદી એને ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગ વચ્ચે અનઔપચારિક ચર્ચા બાદ બન્ને દેશોએ ૩૪૮૮ કિમી લાંબી અને વિવાદીત નિયંત્રણ રેખા ઉપર પોતાની સેનાને શાંતિ જાળવી રાખવા પર ભાર મુક્યો હતો.

Related posts

સુબ્રમણ્યમ સ્વામીએ એનપીએ મુદ્દે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું

aapnugujarat

फारूक अब्दुल्ला ने पीएम मोदी पर साधा निशाना, कहा – जम्मू-कश्मीर में रहें तो पता चलेगी इंटरनेट की परेशानी

editor

કાશ્મીર સરહદે પાક.નાં સ્નાઈપર એટેક શરૂ, ચાર જવાનો શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1