Aapnu Gujarat
તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ ૩૫એ મામલે આ સપ્તાહે સુનાવણી થશે

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૫એની કાયદેસરતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આ સપ્તાહમાં જ સુનાવણી યોજાશે. વડી અદાલતે ૨૬-૨૮ ફેબ્રુઆરીના આ કેસને સુનાવણી કરવા માટે લિસ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ ૩૫એ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના મૂળ રહેવાસી સિવાય દેશના અન્ય કોઈ રાજ્યના નાગરિક સંપત્તિ ખરીદી શકતા નથી.
આ ઉપરાંત અન્ય રાજ્યના રહેવાસીને ત્યાંની નાગરિકતા પણ નથી મળી શકતા.જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જા સાથે સંલગ્ન આર્ટિકલ ૩૫એને રદ કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી માટે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈએ માગણી કરી નથી. સરકાર અથવા અરજકર્તા તરફથી આવી કોઈ માંગ થઈ નહતી.
ઉલ્લેખનીય છે કે ૧૯૫૪માં આ કલમને આર્ટિકલ ૩૭૦ હેઠળ મળેલા અધિકાર સાથે જ જોડવામાં આવ્યું હતું.સૂત્રોના મતે મોદી સરકાર લોકસભા ચૂંટણી પૂર્વે આર્ટિકલ ૩૫એ પર કડક વલણ અપનાવી શકે છે.
આર્ટિકલ ૩૭૦ને હટાવવા ભાજપનું હંમેશા રાજકીય સ્ટેન્ડ રહ્યું છે. જો કે ભાજપ સાથે જોડાયેલા જેડીયુ અને અકાલી દળે આના વિરોધમાં છે.અનુચ્છેદ ૩૫એના વિરોધમાં બે દલીલો મુખ્ય રીતે કરવામાં આવે છે. પ્રથમ એ કે આ રાજ્યમાં અન્ય રાજ્યના ભારતીય નાગરિકોને સ્થાયી નાગરિક ગણવાથી તે વર્જિત કરે છે. જેને પગલે બીજા રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં નોકરી મેળવી શકતા નથી તેમજ સંપત્તિ પણ ખરીદી શકતા નથી. દરમિયાન જો જમ્મુ-કાશ્મીરની કોઈ યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે છે તો રાજ્યમાં સંપત્તિના અધિકારમાંથી આર્ટિકલ ૩૫એના આધારે તેને વંચિત કરવામાં આવે છે.
આ આર્ટિકલને બંધારણમાં અલગથી જોડવામાં આવી છે અને તેને લઈને પણ ભારે વિરોધ છે.૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ ઘડાયું હતું ત્યારે તેમાં સ્થાયી નાગરિકતાની પરિભાષા નક્કી કરવામાં આવી હતી. આ બંધારણ મુજબ, સ્થાયી નાગરિક તે જ વ્યક્તિ હોય છે જે ૧૪ મે ૧૯૫૪ના રાજ્યના નાગરિક રહ્યા હોય અને કાયદાકીય રીતે સંપત્તિનું અધિગ્રહણ કર્યું હોય.
આ ઉપરાંત કોઈ શખ્સ ૧૦ વર્ષથી રાજ્યમાં રહેતો હોય અથવા ૧ માર્ચ ૧૯૪૭ પછી રાજ્યમાં સ્થળાંતર થઈને (વર્તમાન પાકિસ્તાન સરહદ ક્ષેત્રમાં) ચાલ્યો ગયો હોય, પરંતુ વિસ્તારમાં પુનઃસ્થળાંતર પરવાના સાથે આવ્યો હોય.

Related posts

22 आतंकी समेत 5 पाक जवान ढेर

aapnugujarat

ઘાસચારા કૌભાંડ કેસમાં લાલૂ અને અન્યોને આવતીકાલે સજા કરાશે

aapnugujarat

રેલવે ટેન્ડર કેસ : રાબડીદેવીનાં આવાસ ઉપર દરોડા પડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1