Aapnu Gujarat
શિક્ષણ

દર વર્ષે ગુજરાતમાં સરેરાશ ૧૨૦ વિદ્યાર્થીઓની આત્મહત્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-૨૦૧૮માં લેવાયેલી પરીક્ષાની સાથે ગુજસેટની પરીક્ષાનું પરિણામ ૧૦ મેના રોજ જાહેર કરવામાં આવનાર છે. ત્યારે સંતાનોને ટોપર્સમાં જોવાની વાલીઓની ઘેલછા, ધાર્યું પરિણામ ન મળવાના ડરના કારણે છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ અતિશય માનસિક દબાણના કારણે અકાળે પોતાની જીવનલીલા સંકેલી આત્મહત્યા કરી લે છે.ગુજરાતમાં શરૂ થયેલા ઉનાળુ વેકેશન બાદ આગામી ૧૧ જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.. તે પહેલા ધોરણ ૧૨ સાયન્સ અને ગુજસેટનું પરિણામ ૧૦ મેના રોજ જાહેર કરવામાં આવશે. આ સાથે જ વાલીઓની પોતાના બાળકોને ડોકટર, એન્જિનયર કે કોઈપણ રીતે શ્રેષ્ઠ બનાવવાની માતા-પિતાની ઘેલછા સાથેની દોડધામ શરૂ થઇ જશે. તેમાં મનપસંદ કેરિયરથી લઇ ગમતી કોલેજમાં પ્રવેશ મળશે નહીં મળે ત્યાં સુધી માઁ-બાપ તન, મન અને ધનથી દોડતા જ રહેશે.
આ ઉપરાંત દરેક વાલી પોતાનું બાળક ધોરણ ૧૦ અથવા ૧૨માં આવતા જ તેને ટોપર્સમાં જોવા માટે ભણવાનું દબાણ આપવા માંડે છે. બાળકોની મનોસ્થિતિ બાળપણથી જ ખરાબ કરતી માતાપિતાની આવી પ્રકૃતિમાં વૅકેશનમાં પણ બાળકોને કૉચિંગ ક્લાસીસમાં ધકેલવાને કારણે બાળકો અતિશય માનસિક દબાણ હેઠળ જીવતાં હોય છે. મોંઘીદાટ સ્કુલથી લઇ ખર્ચાળ કલાસ, ટ્યૂશન અને અન્ય રેફરન્સ મટિરિયલથી બાળકો ઉપર ભણવાનું દબાણ વધતા તે પોતાની ઈચ્છાથી ખુલ્લા મને પોતાનો શોખ પણ પુરો કરી શકતા નથી કે તે દિશામાં અભ્યાસ પણ કરી શકતો નથી. બીજી તરફ શાળા કે ટ્યૂશન ક્લાસીસમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે કરવામાં આવતી સરખામણીના કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તન વધી જાય છે. પરિણામે આડા રસ્તે જવા સાથે ઘણીવાર કોઈ રસ્તો જ નહીં મળતા શોર્ટકટમાં ઘણા વિદ્યાર્થીઓ પોતાની જીવનલીલા સંકેલી આત્મહત્યા કરી લેતા હોય છે.ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ-છ વર્ષમાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે. તેમાં વર્ષ ૨૦૧૫માં ૧૫૧, ૨૦૧૪માં ૧૦૫, ૨૦૧૩માં ૧૧૭, ૨૦૧૨માં ૧૩૭, ૨૦૧૧ અને ૨૦૧૦માં ૧૦૦-૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. ત્યારે વાલીઓએ એટલું સમજી લેવાની જરૂર છે કે, ટોપર્સના દબાણથી બાળક સ્પર્ધમાં તો આગળ રહે છે, પણ ક્યાંય એવું પણ ના બને કે, બાળક આપણી પાસે જ ના રહે.

Related posts

દેશનું સૌપ્રથમ સેન્ટ્રલ ઇન્સ્ટીયુટ ઓફ કેમિકલ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત અમદાવાદમાં થશે : માંડવિયા

aapnugujarat

गांधी के विचारों को व्यवहार में उतार रहे हैं विदेशी छात्र

aapnugujarat

નાની કુકડી પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1