જનપદ શામલીના ઝિંઝાના પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ક્રિકેટ પર સટ્ટો લગાવનાર બે ભાગ પર જંગી દેવુ થઇ ગયા બાદ આ નાણાં પરત ચુકવી દેવા માટે પોતાની પત્નીઓને બીજા સાથે શારરિક સંબંધ બાંધવા માટે કહ્યુ હતુ. આનો વિરોધ કરવામાં આવ્યા બાદ બન્ને ભાઇઓએ પોતાની પત્નીઓને ત્રણ તલાક આપીને ઘરમાંથી કાઢી મુકી છે. હાલમાં જ પોલીસમાં બંને બહેનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીઓની સામે કાર્યવાહી કરવા આદેશ આપી દીધા છે. પોલીસ દ્વારા મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચૈસાના નિવાસી એક વ્યક્તિએ આશરે આઠ મહિના પહેલા પોતાની બે પુત્રીઓના લગ્ન જનપદ સહારનપુરમાં નકુડ ક્ષેત્ર નિવાસી બે સગા ભાઇ સાથે કરી દીધા હતા. પોલીસ અધિકારી શ્લોક કુમારને કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં બંન્ને મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના પતિ સગા ભાઇ છે. સાથે સાથે ક્રિકેટમાં દરરોજ સટ્ટા લગાવે છે. આશરે ૧૫ દિવસ પહેલા સટ્ટામાં બંન્ને ભાઇ લાખો રૂપિયા હારી ગયા છે. ત્યારબાદ સટ્ટામા જીતી ગયેલા લોકો દ્વારા પોતાના પૈસા પરત આપવા માટેની માંગ કરવામાં આવી હતી. નાણાં ચુકવવામાં નિષ્ફળ રહેલા બંને ભાઇઓને જીતનાર લોકોએ તેમની પત્ની સાથે શારરિક સંબંધ બાંધવા માટેની માંગ કરી હતી. આરોપ છે કે બંન્ને ભાઇ દ્વારા પોતાની પત્નીને આ લોકો સાથે સેક્સ સંબંધ બાંધવા માટે કહ્યુ હતુ. સેક્સ સંબંધ બાંધવાનો ઇન્કાર કર્યા બાદ ૩૦મી એપ્રિલના દિવસે બંને ભાઇઓએ પોતાની પત્નીઓને તલાક આપી ઘરમાંથી કાઢી મુકી હતી.