Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ પક્ષ શહેરી યુવા માટે નોકરીની ખાસ સ્કીમ લાવશે

લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદ જુદા જુદા રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરાને લઇને તૈયારી કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. મળેલી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટી ગુરુવારના દિવસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં શહેરી વિસ્તારોમાં નોકરીના અધિકાર અને આરોગ્યના અધિકારના વચન આપશે. સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવાના અધિકારને પણ ચૂંટણી ઢંઢેરામાં આવરી લેવામાં આવશે. રાહુલ ગાંધીએ ગુરુવારના દિવસે ચૂંટણી ઢંઢેરો જારી કરે તેવા સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અધિકાર આધારિત બાબતોનો ઉલ્લેખ રહેશે. કોંગ્રેસ ૨૦૦૯ના મોડલ ઉપર આગળ વધીને ચૂંટણી ઢંઢેરામાં કેટલાક વચનો આપનાર છે જેના ભાગરુપે બે લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન સંપૂર્ણપણે માફ કરવાનું વચન આપવામાં આવશે. સાથે સાથે ઘઉં અને ડાંગર માટે એમએસપી સુધારવાનું વચન આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં ચોક્કસ રકમ દરેકના ખાતામાં ઉમેરવાની બાબતને આવરી લેવામાં આવશે. દર મહિને ૧૦૦૦૦ રૂપિયા કમાવવાની તક આપવા સાથે ૧૦૦ દિવસની ગેરન્ટી શહેરી રોજગાર યોજના રજૂ કરવામાં આવશે. યુનિવર્સલ હેલ્થકેર સ્કીમ લાવવાની પણ વાત કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવા વિદ્યાર્થીઓને સરળતાથી નાણાંકીય સહાયતા મળે તેવી યોજના લાવવામાં આવશે. ઉપરાંત બે લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન સંપૂર્ણપણે માફ કરવાનું વચન આપવામાં આવશે. ૨૦૧૯ની સંસદીય ચૂંટણી પહેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અનેક આકર્ષક બાબતોને ઉમેરી દેવામાં આવશે. અગાઉની યુપીએ સરકારો દ્વારા જે રીતે અધિકાર આધારિત ચૂંટણી ઢંઢેરા જારી કરવામાં આવ્યા હતા તેવી જ રીતે આ વખતે પણ આગળ વધવામાં આવશે જેમાં શહેરી વિસ્તારોમાં આરોગ્ય, રોજગારીના અધિકારનું વચન અપાશે. ઉચ્ચ શિક્ષણના અધિકારને પણ આવરી લેવામાં આવશે. મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોઇમેન્ટ ગેરન્ટી સ્કીમની જેમ કોંગ્રેસ પાર્ટી શહેરી યુવા માટે એક ખાસ રોજગાર ગેરન્ટી સ્કીમ લાવશે. આ સ્કીમ હેઠળ મહિને ચાર હજાર રૂપિયાની કમાણી કરવા અને તેને ૧૦૦૦૦ રૂપિયા સુધી વધારવા યુવાનોને તક આપવામાં આવશે. બેરોજગારી ભથ્થાને લઇને તિજોરી પર બોજ મુકવાને બદલે પાર્ટી શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારની તક ઉપલબ્ધ કરાવશે. તેમની પાસેથી જુદી જુદી સેવા લેવામાં આવશે.

Related posts

હૈદ્રાબાદમાં સગીરા પર ગેંગરેપ

aapnugujarat

પાકિસ્તાન સાથે કોઇ મેચ ન રમવાની જરૂર : કોંગ્રેસ

aapnugujarat

TN Ministers meets Union HM Amit Shah over Cyclone Gaja issues

aapnugujarat

Leave a Comment

UA-96247877-1