Aapnu Gujarat
મનોરંજન

કાળા હરણ કેસમાં સજા રદ કરવા સલમાનની અરજી પર ૧૭ જુલાઈએ સુનાવણી

કાળા હરણ શિકાર કેસમાં બોલિવુડ અભિનેતા સલમાન ખાનની સજા રદ કરવાની અરજી પર કોર્ટે સુનાવમી હવે ૧૭મી જુલાઇના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ ચકચારી કેસમાં ગયા મહિનામાં જામીન મળ્યા બાદ સલમાન ખાન ફરી એકવર જોધપુર સેશન્સ કોર્ટમાં સુનાવણી માટે પહોંચ્યો હતો. આસુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલે કોર્ટ સમક્ષ સલમાન ખાનની સજાને રદ કરવાની માંગ કરી હતી. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાન ખાનની બન્ને બહેનો અલવીરા અને અર્પિતા પણ તેમની સાથે કોર્ટમાં પહોંચી હતી. અત્રે નોંધનીય છે કે આ આ મામલે સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો વર્ષ ૧૯૯૮નો છે. સલમાન ખાન પર આ દોષ સાબિત થયો છે કે અમ સાથ સાથ હે ફિલ્મના શુટિંગ દરમિયાન સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો. જો કે સલમાન ખાનને સજા થયાને બે દિવસ બાદ જ સલમાન ખાનને જોધપુરની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. સલમાન ખાનને ૫૦ હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. સાથે સાથે કેટલીક શરત મુકવામાં આવી હતી. સલમાનને કોર્ટની પ્રાથમિક મંજુરી લીધા વગર દેશની બહાર ન જવા માટે કહેવામાં આવ્યુ હતુ. સલમાન ખાન ઉપરાંત અન્ય આરોપી તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ અને સોનાલી બેન્દ્રે પણ આરોપી તરીકે હતા.
આ મામલે સલમાન ખાનને ૨૦૦૬માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે એક વર્ષ બાદ તેની સજા રદ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮માં તેની સામે ફરી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોધપુર કોર્ટમાં હવે ૧૭મી જુલાઇના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સલમાન ખાન શિકાર કેસના સંબંધમાં છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

Related posts

सबसे पसंदीदा लोगों की लिस्ट में ऐंजलिना टॉप पर

aapnugujarat

લક્ષ્મી બોમ્બના શૂટિંગ સમયે કેવી તકલીફો પડેલી તેનો અક્ષય કુમારે ખુલાસો કર્યો

editor

તેલુગુ ટીવી સ્ટાર નાગા ઝાંસીએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1