Aapnu Gujarat
રાષ્ટ્રીય

૯ વર્ષ સુધી સેક્સ ના માણ્યું તો બોમ્બે હાઇકોર્ટે રદ્દ કરી દીધા લગ્ન

લગ્ન બાદ પતિ-પત્નીની વચ્ચે સેક્સ (શારીરિક સંબંધ)ને લઇને બોમ્બે હાઇકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. કોર્ટે મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક દંપતિની નવ વર્ષની કાયદેસરની લડાઇ બાદ લગ્ન રદ્દ કરી દીધા છે, કેમકે બન્નેએ આ વર્ષો દરમિયાન શારીરિક સંબંધ બનાવ્યો નથી.મહિલાનો આરોપ હતો કે, એક વ્યક્તિના ડૉક્યૂમેન્ટ પર ખોટી રીતે સહી કરાવીને લગ્ન કરી લીધા, ત્યારબાદ તે લગ્નને રદ્દ કરવા ઇચ્છતી હતી. પણ તેનો પતિ વિરોધ કરી રહ્યો હતો. આ મામલો કોર્ટમાં પહોંચ્યો. જેના બોમ્બે હાઇકોર્ટેના જસ્ટીસ મુદલા ભાટકરે કહ્યું કે, તેને મહિલા સાથે છેતરપીંડી કરવાનો કોઇ પુરાવાઓ મળ્યા નથી, પણ આ કેસમાં પતિ -પત્નીની વચ્ચે શીરીરિક સંબંધ બનાવવાના કોઇ પુરાવા પણ નથી મળ્યા એટલે તે લગ્ન રદ્દ કરી રહ્યાં છીએ.આ કેસ ૨૦૦૯નો છે, જ્યારે ૨૪ વર્ષીય છોકરાએ ૨૧ વર્ષીય છોકરી સાથે લગ્ન કર્યા, મહિલાના દાવા અનુસાર, તેને કોરા પેપર્સ પર સહીઓ કરાવી અને તેને રજિસ્ટ્રારની સામે લગ્ન કરાવ્યા હતા, પણ તેને તે ખબર ન હતી કે તેને લગ્નના ડૉક્યૂમેન્ટ પર સહીઓ કરાવવામાં આવી છે.જ્યારે ગરબડીની ખબર પડી તો મહિલાએ લગ્ન કેન્સલ કરવાની માંગ કરી, ટ્રાયલ કોર્ટે તેના પક્ષમાં નિર્ણય આપતા લગ્ન રદ્દ કરી દીધા. પણ તેની વિરુદ્ધ પતિએ હાઇકોર્ટમાં અપીલ કરી. હવે હાઇકોર્ટે ફરી એકવાર મહિલાના પક્ષમાં ચૂકાદો આપતા લગ્ન કેન્સલ કરી દીધા છે. પણ આધાર છેતરપીંડીનો નથી.હાઇકોર્ટે મહિલાના દાવાઓને ફગાવી દેતા સવાલ ઉઠાવ્યો, કોર્ટે કહ્યું તે એક ગ્રેજ્યૂએટ મહિલા સાથે લગ્નના દસ્તાવેજો પર ખોટી રીતે સહીઓ કેવી રીતે કરાવી શકાય છે. તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.જસ્ટિસ મુદુલા ભાટકરે કહ્યું કે, ’’લગ્નમાં એક મહત્વપૂર્ણ વાત છે કે, બન્નેની વચ્ચે શારીરિક સંબંધ બને, આ ના થવાથી લગ્નનું મહત્વ ખતમ થઇ જાય છે. જો લગ્ન બાદ માત્ર એકવાર જ સંબંધ બનાવવામાં આવ્યા હોય તો પણ લગ્ન કેન્સલ કરી શકાય છે.’’જસ્ટીસ ભાટકરે કહ્યું કે, ’’આ કેસમાં પતિ-પત્ની એક દિવસ પણ સાથે નથી રહ્યાં, અને પતિ શારીરિક સંબંધ બનાવવાના પક્ષમાં કોઇ પુરાવા આપી શક્યો નથી. તેના આધાર પર માહિલાને આ લગ્ન કેન્સલ કરવાની મંજૂરી આપવામાં આવે છે.’’ જોકે, પતિનો દાવો હતો કે બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા અને તેની પત્ની પ્રેગનન્ટ થઇ હતી, પણ કોર્ટે તેના કહ્યું કે, પ્રેગનન્સીના કોઇ પુરાવા ગાયનેકોલૉજિસ્ટના રિપોર્ટમાં નથી મળ્યા. કોર્ટે કહ્યું, અમે બન્નેને સમાધાનનો પણ મોકો આપ્યો પણ તે નિષ્ફળ રહ્યો.

Related posts

ખેડૂતોને પેદાશ માટે પુરતા ભાવ મળતા નથી : રિપોર્ટ

aapnugujarat

કુંભ માટે ત્રણ મહિના સુધી ટોલ ટેક્સ નહીં લેવા નિર્ણય : ઉત્તરપ્રદેશ સરકાર

aapnugujarat

गृह मंत्री शाह आज दो दिवसीय कर्नाटक दौरे पर जाएंगे

editor

Leave a Comment

UA-96247877-1