Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુંભ માટે ત્રણ મહિના સુધી ટોલ ટેક્સ નહીં લેવા નિર્ણય : ઉત્તરપ્રદેશ સરકાર

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કુંભ માટે અલ્હાબાદ આવનાર કોઇ પણ વાહનની પાસેથી કોઇ પણ માર્ગ પર એનએચએઆઇ તરફથી વસુલ કરવામાં આવતા ટોલ ટેક્સ ત્રણ મહિના સુધી ન લેવાનો નિર્ણય કર્યો છે. યોગી સરકારના આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ સંબંધમાં સંતો તરફથી કરવામાં આવેલી માંગને સ્વિકારી લેવામાં આવી છે. ગયા મહિનામાં મુખ્યપ્રધાનની સાથે અખિલ ભારતીય અકાડા પરિષદના પ્રતિનિધીઓની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની વિગતમાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે પરિષદના અધ્યક્ષ મહંત ગિરિ મહારાજ અને અખિલ ભારતીય શ્રી પંચ ડિગમ્બર અનિ અખાડાના મહંતે અલ્હાબાદ જિલ્લામાં ગાડીઓ પર ટોલ ટેક્સ ન લગાવવાની માંગ કરી હતી. મહંતોએ માંગ કરી હતી કે આનાથી સાધુ સંતોને ૨૦૧૯માં કુંભ આવવામાં સરળતા રહેશે. આદિત્યનાથે તરત જ સંબંધિત વિભાગને આ સંબંધમાં સુચના જારી કરી હતી. જેના ભાગરૂપે ૧૫મી ડિસેમ્બર ૨૦૧૮થી ૧૫મી માર્ચ ૨૦૧૯ સુધી આગામી ત્રણ મહિના સુધી લો ટેક્સ હટાવવાનો મામલો એનએચએઆઇ સમક્ષ ઉઠાવવાની વાત કરવામાં આવી હતી. નરેન્દ્ર ગિરિ મહારાજે વર્ષ ૨૦૧૭માં કહ્યુ હતુ કે સંત સમુદાય ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નહીં બલ્કે જે વાસ્તવમાં જે વિકાસ કરશે તેને મત આપશે. બેઠકમાં આશરે ૨ સંતોએ મુખ્યપ્રધાનને સુચન કર્યા હતા. જેમાં કુંભમાં શાહી સ્નાનના દિવસોમાં પુષ્પ વર્ષા કરાવવાની બાબતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અલ્હાબાદ કિલ્લાને પ્રતિમાના દર્શન માટે સમગ્ર સમયમાં ખોલી દેવાની માંગ કરવામાં આવી હતી. યોગી સરકાર અખાડા સંકુલોમાં સાફ સફાઇની વ્યવસ્થાને વધારે જોરદાર બનાવવા માટે ઇચ્છુક છે. શાહી સ્તાનના દિવસે મજબુત સુરક્ષા રાખવાની માંગ પણ કરી હતી. સાથે સાથે કુંભના તમામ ૨૦ ઝોનમાં હોસ્પિટલની સુવિધા વિકસિત કરવાની માંગ પણ કરવામાં આવી હતી. અનેક બીજી રજૂઆત પણ કરવામાં આવી હતી.

Related posts

દિલ્હીમાં આંતકવાદી ઘુસ્યા હોવાની શંકા

aapnugujarat

संघ की विचारधारा को छोड़कर भतीजे तेजस्वी के साथ आएं नीतीश : दिग्विजय

editor

दिल्ली-NCR में आसमान कुछ हद तक साफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1