Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટીના પરિણામે અસંગઠિત ક્ષેત્ર બરબાદ થયું : જનઆક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનો દાવો

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનથી કોંગ્રેસે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે આજે ચૂંટણી પ્રચારનું રણશીંગૂ ફૂંકી દીધું હતું. દેશભરમાંથી આવેલા નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ ઉપર સીધા પ્રહાર કર્યા હતા. ડોકલામ, ખેડૂતોના દેવા, ભ્રષ્ટાચાર, ન્યાયપાલિકા સાથે સંઘર્ષ જેવા મુદ્દા ઉપર રાહુલે મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચાર જજ જનતાની સામે આવીને ન્યાય માંગે છે પરંતુ મોદી મૌન રહે છે. રાહુલે કહ્યું હતું કે, કોર્ટ, ચૂંટણી પંચથી લઇને આઈઆઈટી, આઈઆઈએમ જેવી તમામ સંસ્થાઓમાં આરએસએસના લોકોને મુકવામાં આવી રહ્યા છે. દરેક મંત્રીની પાસે આરએસએસના ઓએસડી છે પરંતુ મોદી મૌન રહેલા છે. મોદીએ દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ ચાર વર્ષમાં રોજગારીની વાત છોડી દેવામાં આવે તો આઠ વર્ષમાં બેરોજગારીનો આંકડો સૌથી ઉપર પહોંચી ગયો છે. જીએસટીને ફરી એકવાર ગબ્બરસિંહ ટેક્સ ગણાવીને રાહુલે કહ્યું હતું કે, આના કારણે અસંગઠિત ક્ષેત્રને માઠી અસર થઇ છે. ચીન ૨૪ કલાકમાં ૫૦ હજાર લોકોને રોજગારી આપે છે જ્યારે ભારતમાં માત્ર ૪૫૦ લોકોને રોજગારી મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, દેશના ૧૫ સૌથી મોટા ઉદ્યોગપતિઓના ૨.૫ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ દેશના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું નથી. રાહુલે કહ્યું હતુ ંકે, તેઓ તેમની ઓફિસમાં પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, આપે ૧૫ લોકોનું દેવું માફ કર્યું છે. દેશના ખેડૂતોના દેવાને પણ માફ કરવામાં આવે પરંતુ મોદીએ તેમના પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી વગર આ દેશના ખેડૂત જીવી શકવાની સ્થિતિમાં નથી. જો કોંગ્રેસ પાર્ટી ઉભી થઇ ન હોત તો ભારતના ખેડૂતોની તમામ જમીનો મોદી લઇ ગયા હોત. દેશભરમાં દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર થઇ રહ્યા છે. દરેક પ્રદેશમાં દલિતો અને લઘુમતિઓની હત્યા થઇ રહી છે પરંતુ મોદી કોઇ ટિપ્પણી કરતા નથી. રાહુલે ઉમેર્યું હતું કે, બેટી બચાવો બેટી પઢાવો પરંતુ છેલ્લા ૭૦ વર્ષમાં પ્રથમ વખત મોદીએ વિદેશમાં કહ્યું છે કે, મહિલાઓ સાથે યોગ્ય વર્તન થઇ રહ્યું નથી. ડોકલામમાં ચીનની ઘુસણખોરી થઇ રહી છે પરંતુ મોદી ચીનમાં એજન્ડા વગર પહોંચ્યા હતા અને કોઇ નિવેદન કર્યું ન હતું. ૬૦ મહિનાઓમાં ભાજપ ધારાસભ્યોએ મહિલાઓ ઉપર હુમલા કર્યા છે. આરએસએસ અને ભાજપના લોકો નફરત અને ક્રોધ ફેલાવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરતા રાહુલે કહ્યું હતું કે, ગુજરાતમાં કાર્યકરો ઉભા થયા ત્યારે પરિણામ જોવા મળ્યા હતા. ગુજરાત અને કેન્દ્રની સરકાર સીબીઆઈ અને સીઆઈડીનો ઉપયોગ કરવો પડ્યો અને મોદીને સીપ્લેનમાં બેસાડી દીધા હતા. રાહુલ ગાંધીએ નિરવ મોદીથી લઇને ડોકલામ સુધીના મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી.

એક વખતે લાગ્યું કે, ગાડી તો ગઈ : વિમાનમાં થયેલી ખામીનો કરેલો ઉલ્લેખ
રામલીલા મેદાન પર કોંગ્રેસની જનઆક્રોશ રેલી દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. આ ગાળા દરમિયાન રાહુલે તાજેતરમાં જ પોતાના વિમાનમાં થયેલી ટેકનિકલ ખામીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભાષણ પૂર્ણ કરીને રાહુલ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નજીક જઇને બેસી ગયા હતા પરંતુ રાહુલ ફરીવાર ઉભા થયા હતા અને પોતાના મનની વાત કરવા માટે માઇકની નજીક પહોંચી ગયા હતા. રાહુલને બીજી વખત માઇક પર જોઇને કાર્યકર્તાઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તે વખતે કાર્યકરો નારેબાજી કરી રહ્યા હતા. રાહુલે બીજી વખત માઇક સંભાળતાની સાથે જ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો તરીકે તેઓ તેમને એક વાત કરવા માંગે છે. પહેલા વિચાર્યું હતું કે, તેઓ બોલશે નહીં પરંતુ હવે લાગે છે કે, પરિવારના લોકો છે જેથી બોલે છે. રાહુલે બે ત્રણ દિવસ પહેલા કર્ણાટક યાત્રા દરમિયાન વિમાનમાં થયેલી ખામીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે અમે વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા. એકાએક વિમાન ૮૦૦૦ ફૂટની નીચે આવી ગયું હતું. તે વખતે લાગ્યું હતું કે, ગાડી હાથમાંથી નિકળી ગઈ છે. તેજ વખતે તેમના દિમાગમાં આવ્યું કે, તેઓ કૈલાશમાનસરોવરની યાત્રા કરશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ૧૨મી મેના દિવસે મતદાન છે. કર્ણાટક ચૂંટણી બાદ ૧૦-૧૫ દિવસ માટે કૈલાશ માનસરોવરની યાત્રા કરશે. એમ માનવામાં આવે છે કે, વિમાનમાં ખામી દરમિયાન રાહુલે કૈલાશ માનસરોવર જવા માટે મનમાં વિચાર્યું હતું. ૨૬મી એપ્રિલના દિવસે રાહુલના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ મામલામાં તપાસ માટે બે સભ્યોની કમિટિ રચવામાં આવી ચુકી છે.

Related posts

ભાજપ સરકારે યુવાઓની આશા પર પાણી ફેરવ્યું : AKHILESH YADAV

aapnugujarat

વારાણસીમાં ત્રાસવાદી હુમલાનો ખતરો : આઈબી, એટીએસ, એનઆઈએ દ્વારા ઉંડી તપાસ શરૂ કરાઈ

aapnugujarat

દેશમાં સ્વાઈન ફ્લુ કેસોની સંખ્યામાં ૨૦ ગણો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1