Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસને ભાજપની લોકસેવાની ઇર્ષ્યા આવે છે : પંડ્યા

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આજે કોંગ્રેસ સામે જોરદાર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને ભાજપની લોકસેવાની ઇર્ષ્યા આવે છે. કોંગ્રેસ હંમેશા સમાજ જીવનમાં ઉપયોગી થવાના બદલે નડતરની ભૂમિકા જ અદા કરે છે. ગુજરાત સરકાર સંગઠન અને સામાજિક સંસ્થાઓ, સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને નિદાન કેમ્પો કરે ત્યારે કોંગ્રેસ રચનાત્મક કાર્યો કરતી નથી. કોંગ્રેસને વિવાદો અને વિખવાદોમાં રહેવામાં જ રસ છે. પંડ્યાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી છે કે, પહેલી મે ગુજરાત સ્થાપના દિવસથી શરૂ કરીને ૩૧મી મે સુધી દેશનું સૌથી મોટુ સુઝલામ સુફલામ જળ અભિયાન શરૂ કરી રહી છે તેમાં ૮૦૦૦ તળાવો ઉંડા કરવાના સંકલ્પ સાથે ૩૪ નદીઓ અને નર્મદા નહેરની સફાઈ કામગીરી, ચેકડેમો અને ખેત તલાવડી સહિત અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. આ અભિયાનમાં સામાજિક, ધાર્મિક સંસ્થાઓ ભાજપ સંગઠન અને ગુજરાત સરકાર ભરઉનાળામાં જળ સંગ્રહના સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે. ભરત પંડ્યાએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે નિષ્ફળ નેતૃત્વ, નડતરની નીતિ અને અપ્રચાર દ્વારા અરાજકતાફેલાવવાની તેમજ વર્ગવિગ્રહ કરવાની નીતિ છે. નર્મદા યોજનામાં હંમેશા નડતરરુપ કોંગ્રેસ પાર્ટીને નૈતિકરીતે પાણી વિશે વાત કરવાનો કોઇ અધિકાર નથી. કોંગ્રેસના શાસનમાં એક ટાંકી નંખાવી હોય તો અઘરુ પડતું હતું. તેમના મુખ્યમંત્રી ટાંકીઓનું ઉદ્‌ઘાટન કરતા હતા જ્યારે ભાજપના શાસનમાં ૧૦૮૫ જેટલા તળાવો, સુઝલામ સુફલામ, સૌની યોજના, સાબરમતી નદીમાં નર્મદાનું પાણી નાંખવામાં આવ્યું છે. તમામ ઐતિહાસિક કાર્યો જનતાએ જોયા છે. ભરત પંડ્યાએ પરોક્ષરીતે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના સમયમાં ૧૮૩૫૬ ચેક ડેમ હતા. આજે આ સંખ્યા ૧૬૮૮૯૫ થઇ છે.

Related posts

ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર

editor

ગાયકવાડી સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ગાડૅ ઑફ ઑનર અપાયું

editor

ગુજરાત ચૂંટણીને લઇ એકઝીટ પોલ તારણોને કોંગ્રેસે ફગાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1