Aapnu Gujarat
ગુજરાત

સેલ્સ મેનેજરની એક્ટિવાથી ૯.૧૮ લાખની ઉઠાંતરી

શહેરમાં વિવિધ વિસ્તારોમાં એકટીવા-સ્કુટરની ડેકી તોડી તેમાંથી રોકડ રકમ સહિત કિંમતી મુદ્દામાલ અને ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય બની હોય તેમ જણાય છે. શહેરના પશ્ચિમમાં આનંદનગર રોડ પર એક સેલ્સ મેનેજરના એકટીવામાંથી રૂ.૯.૧૮ લાખની રોકડની ચોરી થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. માત્ર ચા પીવા માટે બે મનિટ ગયેલા સેલ્સ મેનેજરે ગણતરીની સેકન્ડોમાં રૂ.૯.૧૮ લાખ ગુમાવ્યા હતા, એટલે કે, સેલ્સ મેનેજરને એક કટીંગ ચા રૂ.૯.૧૮લાખમાં પડી હતી. તો પૂર્વમાં કૃષ્ણનગર વિસ્તારમાં એક વેપારીના એકટીવાની ડેકી તોડી રૂ.ત્રણ લાખ રોકડા લઇ ગઠિયો રફુચક્કર થઇ ગયો હતો. આ બનાવોને પગલે હવે શહેરીજનોએ પોતાના એકટીવા-સ્કુટરની ડેકીમાં રોકડ રકમ કે કિંમતી માલ-સામાન મૂકીને તેના પ્રત્યે સહેજપણ ગાફેલ રહેવા જેવું નથી તે આ કિસ્સાઓ પરથી પ્રતીત થાય છે. ઉપરોકત બનાવો અંગે આનંદનગર પોલીસમથક અને કૃષ્ણનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વેજલપુર વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં રહેતા યશ ભટ્ટ મકરબા પાસે સીગ્નેચર બિલ્ડીંગમાં એમડી ઇન્કટોડાસ્ટ લિ. કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. દસેક દિવસ પહેલાં સાજના સમયે યશ પોતાનું એકટીવા લઇ એસજી હાઇવે પરથી સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલા સુપર મોલમાં અમૃત પટેલ માધવલાલ આંગડિયા પેઢી ખાતેથી રૂ.૯.૧૮ લાખ લેવા ગયો હતો. પૈસા લઇ તેને એકટીવાની ડેકીમાં મૂકયા હકતા અને આનંદનગર રોડ પર ધનંજય ટાવર નજીક યશ એકટીવા ઉભુ રાખી ચા પીવા ગયો હતો, બસ માત્ર તેટલા જ સમયગાળામાં બે બાઇક પર ત્રણ ઇસમો ત્યાં આવ્યા હતા અને યશના એકટીવાની ડેકી તોડી તેમાંથી રૂ.૯.૧૮ લાખ ચોરી ફરાર થઇ ગયા હતા. અન્ય એક શખ્સે યશ ભટ્ટનું ધ્યાન દોર્યું હતું કે, તમારા એકટીવાની ડેકી તોડીને કોઇ બેગ લઇ જઇ રહ્યું છે, તેથી યશ ભટ્ટે જઇને જોયું તો, એકટીવાની ડેકી તોડેલી હતી અને તેમાંથી રૂ.૯.૧૮ લાખ ચોરી થઇ ચૂકયા હતા.
એકટીવાની ડેકીમાંથી રૂ.૯.૧૮ લાખની ચોરી થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાદમાં યશ ભટ્ટે આ સમગ્ર બનાવ અંગે આનંદનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગુનાની તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં જ જયુસ લેવા માટે ઉભા રહેલા એક વેપારીના એકટીવાની ડેકીમાંથી એક ગઠિયો રૂ.ત્રણ લાખની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બાદમાં વેપારીએ પણ આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

પે એન્ડ યુઝની તીવ્ર અછત વચ્ચે પગલા સામે સવાલો

aapnugujarat

આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાં અંતર્ગત લાભાર્થી યુગલોને સહાયના ચેક અર્પણ

editor

અમદાવાદમાં હેબતપુર વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃધ્ધદંપત્તીની ઘાતકી હત્યા

editor

Leave a Comment

UA-96247877-1