Aapnu Gujarat
ગુજરાત

દિપેશ – અભિષેક મર્ડર કેસ : ત્રિવેદી તપાસ પંચનો અહેવાલ ચોમાસુ સત્રમાં રજૂ કરી દેવાશે

જૂલાઇ-૨૦૦૮માં શહેરના મોટેરા સ્થિત આસારામ આશ્રમમાંથી ગુમ થયેલા દિપેશ અને અભિષેક નામના બાળકોની બાદમાં સાબરમતી નદીના પટમાંથી રહસ્મયરીતે અને વિકૃત હાલતમાં મળી આવેલી લાશના ચકચારભર્યા પ્રકરણમાં ભોગ બનનાર બાળકના પિતા શાંતિલાલ વાઘેલા તરફથી આજે પણ સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે ત્યારે જોધપુર કોર્ટ દ્વારા પૂર્વ સાધિકા પર બળાત્કારના કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા ફટકારાયા બાદ ગુજરાતભરમાં આસારામ વિરૂધ્ધ ઉઠેલા સૂર અને જનમાનસની ગંભીરતા ધ્યાને લઇ ભાજપ સરકારે આજે એક મહત્વની હૈયાધારણ આપી હતી કે, દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં નીમાયેલા જસ્ટિસ ડી.કે.ત્રિવેદી તપાસ પંચનો સમગ્ર અહેવાલ આગામી ચોમાસુ સત્રમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. અગાઉ વિપક્ષ કોંગ્રેસ અને ખુદ ભોગ બનનાર બંને બાળકોના પરિવારજનો તરફથી પણ વારંવાર માંગણી થઇ ચૂકી છે કે, બંને બાળકોના રહસ્યમય અપમૃત્યુ કેસમાં જસ્ટિસ ડી.કે.ત્રિવેદી તપાસ પંચ દ્વારા તૈયાર કરાયેલો અને રાજય સરકારને સુપ્રત કરાયેલો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવે અને ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવે. જો કે, વિપક્ષની માંગણી અને ભોગ બનનાર બાળકોના પરિવારજનોની લાગણી પરત્વે દસ-દસ વર્ષોના વ્હાણાં વીતવા છતાં રાજય સરકાર દ્વારા કોઇ જ હકારાત્મક અભિગમ દાખવાયોન હતો, જેનો ભારોભાર અંસતોષ આજે પણ પીડિત પરિવારો વ્યકત કરી રહ્યા છે. હવે જયારે ગઇકાલે જોધપુર કોર્ટે પૂર્વ સાધિકા પર દુષ્કર્મ કેસમાં આસારામને જીવે ્‌ત્યાં સુધી આજીવન કારાવાસની સજા ફટકારી છે અને તેને પગલે ગુજરાત સહિત દેશભરમાં આસારામ વિરૂધ્ધ એક વાતાવરણ ઉભુ થતાં અને સમગ્ર ગુજરાત રાજયમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળતાં લોકોના જનમાનસ અને લોકલાગણીને ધ્યાનમાં લઇ હવે રાજય સરકારે જસ્ટિસ ડી.કે.ત્રિવેદી તપાસ પંચના અહેવાલને આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ અંગે રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સરકારના હકારાત્મક અભિગમની જાણ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે, આગામી ચોમાસુ સત્રમાં વિધાનસભામાં દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં જસ્ટિસ ડી.કે.ત્રિવેદી પંચે આપેલા અહેવાલને ગૃહમાં રજૂ કરાશે. જેના ફેકટ ફાઇન્ડીંગ સહિતની વિગતો ઉજાગર કરવામાં આવશે. એટલું જ નહી, રાજય સરકાર શું કરવા માંગે છે અથવા તો એકશન ટેકન રિપોર્ટ અને સરકારના પગલાં અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવશે. જૂલાઇ-૨૦૦૮માં દિપેશ-અભિષેકના મળી આવેલા મૃતદેહની વિકૃત સ્થિતિ જોઇ તેમના પરિવારજનોએ આસારામ અને આશ્રમ સત્તાવાળાઓ પર તંત્ર-મંત્ર વિદ્યા માટે બંને નિર્દોષ બાળકોની હત્યા કરાઇ હોવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા.

Related posts

ગૃહપ્રધાન અમિત શાહ ૧૭ ઑક્ટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાસે

editor

ગુજરાતને પોષયુક્ત બનાવવા સરકાર સજ્જ : ગણપત વસાવા

aapnugujarat

પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1