Aapnu Gujarat
રમતગમત

સર્વોચ્ચ ખેલરત્ન એવોર્ડ માટે કોહલીના નામનું સુચન કરાયું

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દેશના સર્વોચ્ચ રમતગમત સન્માન રાજીવ ગાંધી ખેલરત્નથી સન્માનિત કરવાની આજે ભલામણ કરી હતી. બીસીસીઆઈ દ્વારા આ અંગેના અહેવાલને સમર્થન આપવામાં આવ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું નામ પણ ધ્યાનચંદ એવોર્ડ માટે સુચવવામાં આવ્યું છે. ધ્યાનચંદ એવોર્ડ રમતગમતના ક્ષેત્રમાં લાઈફટાઈમ એચિવમેન્ટ માટે સૌથી સર્વોચ્ચ સન્માન તરીકે છે. બુધવારના દિવસે બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે શિખર ધવન અને સ્મૃતિ મંદાનાના નામની ભલામણ કરી હતી. વિરાટ કોહલીનું નામ ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલરત્ન માટે બીજી વખત સુચવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૬માં બીસીસીઆઈએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે કોહલીના નામનું સૂચન કર્યું હતું પરંતુ કમનસીબરીતે ધોનીને આ તક મળી ન હતી. જો કોહલી આ વખતે એવોર્ડ મેળવી લેશે તો ખેલરત્ન એવોર્ડ જીતનાર તે ત્રીજો ક્રિકેટર બનશે. આ પહેલા સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની આ એવોર્ડ જીતી ચુક્યા છે. તેંદુલકરને ૧૯૯૭માં ખેલરત્નથી સન્માનિત કરવામાં આવ્યો હતો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોનીને વર્ષ ૨૦૦૭માં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જુદા જુદા ક્ષેત્રોમાં શાનદાર દેખાવ બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. ચાર વર્ષના ગાળામાં રમતગમત ખેલાડી દ્વારા રમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. રાહુલ દ્રવિડ માટે પણ ભલામણ કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, આ સંદર્ભમાં વિગતો મળી નથી.

Related posts

એલિટ અમ્પાયરોમાં સામેલ થયા ભારતીય અમ્પાયર સુંદરમ રવિ

aapnugujarat

भारतीय महिला जूनियर टीम ने बेलारुस डेवलपमेंट को 6-0 से हराया

aapnugujarat

આઈપીએલ : ૧૫૦ મેચમાં ધોનીએ હજુ કેપ્ટનશીપ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1