Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ : ૧૫૦ મેચમાં ધોનીએ હજુ કેપ્ટનશીપ કરી

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક મોટી સિદ્ધિ હાસલ કરી લીધી છે. મુંબઈ સામેની મેચમાં ટોસ માટે પહોંચ્યો ત્યારે ધોનીએ કેપ્ટન તરીકે વધુ એક સિદ્ધિ મેળવી હતી. ધોની હવે આઈપીએલમાં ૧૫૦ મેચોમાં કેપ્ટનશીપ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આઈપીએલની ૧૧મી સીઝન છે જેમાં ધોની ૧૦મી વખત કોઇ ટીમના કેપ્ટન તરીકે છે. આઈપીએલમાં ચેન્નાઈ સુપરની ટીમે ૮ સિઝનમાં ભાગ લીધો છે. તમામ આઠેય સિઝનમાં ચેન્નાઈ સુપરનું નેતૃત્વ ધોનીએ કર્યું છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર ઉપર બે સિઝન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારે ધોની ૨૦૧૬માં રાઇઝિંગ પુણેના કેપ્ટન તરીકે રહ્યો હતો. કેપ્ટન કુલ માહી તરીકે લોકપ્રિય ધોનીએ ચેન્નાઈ સુપરની ટીમના કેપ્ટન તરીકે જોરદાર દેખાવ કર્યો છે. ચેન્નાઈએ છેલ્લી આઠ સિઝનમાં છ વખત ફાઈનલ રમી છે જે પૈકી બે વખત ચેમ્પિયન તરીકે ચેન્નાઈની ટીમ રહી છે. કેપ્ટન તરીકે ધોની દરેક સિઝનમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયો છે. જો કે, બેટ્‌સમેન તરીકેની વાત કરવામાં આવે તો છેલ્લી એક બે સિઝન ધોનીના બેટ્‌સમેન તરીકેની નિષ્ફળતા દર્શાવે છે પરંતુ આ સિઝનમાં ધોની ફરીવાર જોરદાર બેટિંગ કરી રહ્યો છે. ચેન્નાઈ તરફથી રમતા ધોનીએ સાત મેચોમાં ૨૩૫ રન બનાવ્યા છે અને તેની સરેરાશ ૫૮.૭૪ રનની રહી છે. આ સિઝનમાં ૭૯ અણનમ તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. કેપ્ટન તરીકે ચેન્નાઈ તરફથી સૌથી વધારે રન કરનાર બેટ્‌સમેન તરીકે બીજા સ્થાને છે. તેનાથી રાયડુ આગળ રહ્યો છે. મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ધોનીની ઓળખ મેચ ફિનિશર તરીકે રહી છે. નવી સિઝનમાં ધોની ફરી એકવાર આજ અંદાજમાં દેખાઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ સામે ૩૪ બોલમાં ૭૦ રન ફટકારીને આરસીબી પાસેથી જીત આંચકી લીધી હતી. ધોનીની કેપ્ટનશીપ ફરીવાર ચરમસીમા પર છે. સાત પૈકી પાંચમાં ચેન્નાઈની જીત થઇ છે અને પોઇન્ટ ટેબલમાં આ ટીમ પ્રથમ ક્રમે છે.

Related posts

कपिल देव ने CAC के प्रमुख पद से दिया इस्तीफा

aapnugujarat

ત્રીજી ટ્‌વેન્ટી : આફ્રિકા પર ભારતની ૭ રને રોચક જીત

aapnugujarat

भारत-पाक सीरीज, एशेज सीरीज से बड़ी : मुश्ताक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1