Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ : આજે દિલ્હી – ચૈન્નઈ વચ્ચે રોમાંચક જંગ

પુણેમાં આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં ચેન્નાઇ સુપર અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે જંગ ખેલાશે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. છેલ્લી મેચમાં આશ્ચર્યજનક રીતે સૌથી ખરાબ ફોર્મમાં રહેલી મુંબઇની ટીમ સામે હારી ગયા બાદ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ ટીમ ફરી જીત મેળવવા માટે સજ્જ છે. ચેન્નાઇએ હજુ સુધી લાત મેચો રમી છે જે પૈકી પાંચમાં તેની જીત થઇ છે. સનરાઇઝ અને કિગ્સ ઇલેવન પંજાબે પણ સાત મેચો પૈકી પાંચમાં જીત મેળવી છે. પરંતુ નેટ રન રેટ ચેન્નાઇ સૌથી શાનદાર ધરાવે છે. બીજી બાજુ દિલ્હીની ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. દિલ્હીપોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. દિલ્હીએ સાત પૈકી માત્ર બે મેચોમાં જીત મેળવી છે. આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં ઇરફાન, યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. મેચને લઇને કોલકત્તામાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે.

Related posts

આવતીકાલે ચૈન્નઈ-હૈદરાબાદ વચ્ચે ફાઈનલ

aapnugujarat

IPL से बाहर होने पर बोले मिशेल स्टार्क, कहा – मुझे इस बात का कोई दुख नहीं

editor

ઈજાને લીધે વોર્નર ભારત સામેની બે ટેસ્ટ ગુમાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1