Aapnu Gujarat
રમતગમત

ઈજાને લીધે વોર્નર ભારત સામેની બે ટેસ્ટ ગુમાવશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમને જાણે ગ્રહણ લાગ્યુ હોય તેમ એક પછી એક પ્લેયર ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ રહ્યા છે. પહેલા ઝડપી બોલર જોશ હેઝલવુડ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે બીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત ડેવિડ વોર્નર પણ આગામી બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન વોર્નરને કોણીમાં ઈજા થઈ હતી. જે બાદ તે મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી શક્યો ન હતો. હવે ડેવિડ વોર્નર આગામી બે ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. તે ટેસ્ટ બાદ યોજાનારી વનડે શ્રેણીમાંથી વાપસી કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી પહેલા જ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ ટીમને પ્રથમ બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયા માટે આ મોટો ઝટકો લાગ્યો છે. જોશ હેઝલવુડ અને ડેવિડ વોર્નર બહાર થતા ટીમ દબાણમાં રહેશે. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન હજુ સંપૂર્ણ રીતે ફિટ થયા નથી. બંને માટે આગામી ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ૧ માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ પછી ચોથી ટેસ્ટ ૯ માર્ચથી અમદાવાદમાં રમાશે.

Related posts

दक्षिण अफ्रीका ने स्थगित की मांजी सुपर लीग

editor

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈલેવનમાં કોહલીને ન મળ્યું સ્થાન

editor

હરભજનસિંહ છોડી શકે છે ચેન્નઈ સુપરકિંગ્સનો સાથ

editor

Leave a Comment

UA-96247877-1