Aapnu Gujarat
રમતગમત

ત્રીજી ટ્‌વેન્ટી : આફ્રિકા પર ભારતની ૭ રને રોચક જીત

કેપટાઉન ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી રોમાંચક મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા ઉપર માત્ર સાત રને રોમાંચક જિત મેળવીને વનડે બાદ ટ્‌વેન્ટી શ્રેણી પણ ૨-૧થી જીતી લીધી હતી. સમગ્ર શ્રેણીમાં બોલિંગમાં શાનદાર દેખાવ કરીને તમામનું ધ્યાન ખેંચનાર ભુવનેશ્વર કુમારની મેન ઓફ દ સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ મેચ તરીકે સુરેશ રૈનાની પસંદગી કરાઈ હતી. રૈનાએ ૨૭ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૪૩ રન ફટકાર્યા હતા જ્યારે શિખર ધવને ૪૭ રન કર્યા હતા. ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૭૨ રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૫ રન બનાવી શકી હતી. આફ્રિકા તરફથી ડ્યુમિનીએ ૫૫ અને જોન્કરે ૪૯ રન કર્યા હતા. આ મેચમાં વિરાટ કોહલી રમ્યો ન હતો અને રોહિત શર્મા કેપ્ટન તરીકે રહ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ અને આફ્રિકાએ બીજી ટ્‌વેન્ટી મેચ જીતી લીધી હતી. સેન્ચુરિયન ખાતે ૨૧મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી બીજી ટ્‌વેન્ટી મેચ યજમાન દક્ષિણ આફ્રિકાએ જીતીને શ્રેણીને સજીવન રાખવામાં સફળતા મેળવી હતી. યજમાન ટીમે ભારતને બીજી ટ્‌વેન્ટી મેચમાં છ વિકેટે હાર આપી હતી. પ્રથમ ટ્‌વેન્ટી મેચ જીતતા પહેલા ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર વનડે શ્રેણી ૫-૧થી જીતી લેવામાં સફળતા મેળવી હતી. તે પહેલા પોર્ટ એલિઝાબેથ મેદાન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની પાંચમી વન ડે મેચમાં ભારતે જોરદાર દેખાવ કરીને યજમાન આફ્રિકા પર ૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ૨૫ વર્ષમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. જોહાનીસબર્ગ ખાતે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં ખરાબ વાતાવરણ અને વરસાદના લીધે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર ૧૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવીને વનડે શ્રેણીમાં લીડ કાપી હતી. આ મેચમાં ભારતે સાત વિકેટે ૨૮૯ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. શિખર ધવને ૧૦૦મી વનડે મેચ રમતા ૧૦૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ પદ્ધતિ આધારે આફ્રિકાને ૨૮ ઓવરમાં ૨૦૨ રન કરવાના હતા જે મુશ્કેલ ટાર્ગેટ હોવા છતાં આફ્રિકાએ બનાવી લીધા હતા. કેપટાઉન ખાતે ૭મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી.કેપટાઉન મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમ જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડે મેચમાં પણ ભારતે જીત મેળવી હતી.

Related posts

‘सिक्सर किंग’ युवराज ने क्रिकेट को कहा अलविदा

aapnugujarat

एसेक्स की कमान संभालेंगे संगकारा

aapnugujarat

शाहिद अफरीदी ने कहा, वह उचित नहीं : मियांदाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1