Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચીનમાં મોદી ઝિનપિંગ સમક્ષ નિરવનો મુદ્દો ઉઠાવશે : રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની યાત્રા દરમિયાન હાલમાં હોંગકોંગમાં છુપાયેલા કારોબારી નિરવ મોદીના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. ચીની પ્રમુખ ઝિનપિંગ સાથેની વાતચીત દરમિયાન તેઓ આ મુદ્દો ઉઠાવી શકે છે. બન્ને દેશો વચ્ચે સરહદી વિવાદ ઉપરાંત નિરવ મોદીના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવી શકે છે.કહેવા માટે તો ચીને આ મામલા હોંગકોંગ લોકલ ઓથોરિટી પર છોડી દીધો છે પરંતુ તમામ લોકો જાણે છે કે અંતિમ નિર્ણય તો ચીન જ કરનાર છે. રિપોર્ટસ મુજબ નિરવ મોદીના હોંગકોંગના અબજોપતિઓ સાથે ખુબ મજબુત સંબંધ રહેલા છે. નિરવ મોદીને ભારત લાવવાના પ્રયાસ અને ભારત લાવવાથી સરકારની છાપમાં વધારો થશે. મોદીની ચીનના પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે આ સપ્તાહમાં ચીનમાં ફરી એકવાર વાતચીત થશે. બેજિંગમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જીનના વિદેશમંત્રી વાંગ યી દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવ્યા બાદ તૈયારી શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ જિંગપિંગ અને મોદી વચ્ચે વુહાનમાં ૨૭મી અને ૨૮મી એપ્રિલના દિવસે અનૌપચારિક શિખર બેઠક થશે. ગયા વર્ષે ડોકલામમાં બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી લશ્કરી ગતિરોધની સ્થિતિ રહ્યા બાદ બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોની બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે પોતાના ચીની સમકક્ષ વાંગ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ઉપર અને સંબંધોમાં સુધાર માટે ઉચ્ચ સ્તરીય સંવાદની ગતિવિધિને તીવ્ર બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. શાંઘાઇ સહયોગ સંગઠનના વિદેશમંત્રઓની બેઠકમાં ભાગ લેવા માટે સુષ્મા સ્વરાજ શનિવારના દિવસે ચાર દિવસના પ્રવાસે ચીન પહોંચ્યા હતા. દ્વિપક્ષીય વાતચીત પહેલા વાંગે બેજિંગ સ્થિત ગેસ્ટહાઉસમાં સુષ્માનું સ્વાગત કર્યું હતું. વાંગને ગયા મહિને સ્ટેટ કાઉન્સિલર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદથી તેઓ ચીનમાં સૌથી સર્વોચ્ચ રાજકીય વ્યક્તિ બની ગયા છે. સાથે સાથે વિદેશ મંત્રી તરીકે પણ બનેલા છે. વાંગે કહ્યું છે કે, દ્વિપક્ષીય સંબંધોમાં ઉલ્લેખનીય વિકાસની સ્થિતિ જોવા મળી રહી છે. મોદીની વાતચીત ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. વાંગનું કહેવું છે કે, બંને દેશો વચ્ચે વાતચીતની પ્રક્રિયા રચનાત્મક દિશામાં આગળ વધી રહી છે. મોદીએ થોડાક સમય પહેલા જિંગપિંગને ફોન કર્યો હતો ત્યારબાદથી તેની અસર પણ જોવા મળી છે.મોદી-ઝિનપિંગ વચ્ચેની વાતચીત બાદ અમેરિકાની સંરક્ષણવાદની નિતીને અસર થશે કે કેમ તે અંગે પુછાતા નિષ્ણાંતો હકારાત્મક સંકેતો આપી રહ્યા છે. તમામ મુદ્દા પર બન્ને વચ્ચે વાતચીત થશે. જો કે સરહદી મામલો સૌથી ઉપર પ્રાથમિકતાની યાદીમાં છે.

 

Related posts

हमारी पार्टी पूरी मजबूती से बीजेपी के साथ खड़ी हैं : हरसिमरत कौर

aapnugujarat

ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જ પડકાર બનશે : મોદી

editor

न्यूक्लियर मिसाइलों को अब ट्रैक कर सकेगा भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1