Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુરક્ષા પડકારોને પહોંચી વળવા રાષ્ટ્રીય સલામતી સલાહકારના નેતૃત્વમાં સમિતિની રચના થઇ

કેન્દ્ર સરકારે નિત નવા ઊભા થતા સુરક્ષા અંગેના પડકારોને પહોંચી વળવા માટે સૈન્ય સિદ્ધાંતો પર કામ કરવા ઉપરાંત રક્ષા દળો માટે સમગ્ર યોજનાના સંદર્ભે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ)ની અધ્યક્ષતામાં રક્ષા નિયોજન સમિતિ (ડીસીપી)નું ગઠન કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે એનએસએ ઉપરાંત સમિતિમાં વિદેશ સચિવ, સ્ટાફ કમિટીના પ્રમુખોના ચેરમેન, સેના, નેવી અને વાયુસેનાના પ્રમુખો તથા નાણા મંત્રાલયમાં સચિવ સામેલ છે. ડીસીપીના અધ્યક્ષ જરૂરિયાત મુજબ વિશેષજ્ઞને સામલે કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે સમિતિ રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ અને સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય રક્ષા ભાગીદારી રણનીતિનો ડ્રાફ્ટ અને રક્ષા નિર્માણ પરિસ્થિતિના તંત્ર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે.
બીજી બાજુ રક્ષા મંત્રી નિર્મલા સીતારમને ગુરૂવારના રોજ નોર્થ ઈસ્ટર રાજ્ય અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં ભારતીય વાયુસેના એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ (એલએલજી) નું નિરીક્ષણ કરવા માટે ભારત-ચીન સરહદની મુલાકાત લીધી હતી. સીતારમને અસમના ડિબુગઢમાં ચાબુઆ વાયુસેના બેઝ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને ગગન શક્તિ અભ્યાસ ૨૦૧૮ની સમીક્ષા કરી. આ અભ્યાસ તેના બીજા તબક્કામાં છે.
રક્ષા મંત્રી સીતારમને ટ્‌વીટ કરીને કહ્યું કે ગગન શક્તિ ૨૦૧૮નો દાયરો અને તેની સંભાવનાઓ વિશાળ છ અને આવું આ અગાઉ થયું નથી. ફક્ત ઝાંખીઓ છે ભારતીય વાસુેના, વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શ બીએસ ધનોઆ એ વાયુસેનાના તમામ યોદ્ધાઓને શુભકામનાઓ આપી હતી.

Related posts

चर्च, धर्म और गॉड को खरीदना चाहती है बीजेपी पार्टी : मेघालय में राहुल गांधी का बीजेपी पर हमला

aapnugujarat

આવકના સોર્સ નહીં છતાંય ઝાકીર નાયકના ખાતમાં ૪૯ કરોડ

aapnugujarat

સુપ્રીમનો મોદી સરકારને સવાલ, ‘૧૦૦% વેક્સીન કેમ નથી ખરીદતા?

editor

Leave a Comment

UA-96247877-1