Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાભ પહોંચવા માટે આધાર સર્વશ્રેષ્ઠ મોડલ નથી : સુપ્રિમ

સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે તે એ વાતને લઈને આશ્વસ્ત નથી કે આધાર દ્વારા લોકો અને અધિકારીઓને સામ સામે લાવવું સર્વશ્રેષ્ઠ મોડલ છે. તેના બદલે સરકારે કલ્યાણકારી યોજનાઓના ફાયદા પહોંચાડવા માટે તેમના સુધી પહોંચવું જોઈએ. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પીઠ આધાર અને કાયદાને પડકારી અપીલ પર સુનાવણી કરી રહી છે.
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (ેૈંંડ્ઢછૈં) ના વકીલે કહ્યું કે, ૧૨ આંકડાવાળા આધારે લાભ મેળવવા માટે નાગરિકોને સેવા પૂરી પાડનારાઓને સામ સામે લાવી દીધા છે. બેન્ચના સભ્યોમાં જસ્ટિસ એ.કે. સીકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ પણ સામેલ છે. કોર્ટે કહ્યું કે આધાર સર્વશ્રેષ્ઠ મોડલ છે તે વાત પર અમે આશ્વસ્ત નથી. વ્યક્તિ એક નિવેદક ન રહે, સરકારે તેની પાસે જવું જોઈએ અને તેને લાભ આપવો જોઈએ.
બેન્ચે કહ્યું, યુઆઈડીએઆઈનું કહેવું છે કે આધાર ઓળખ કરવાનું એક માધ્યમ છે પરંતુ કોઈને તેનાથી બહાર પણ ન કરવા જોઈએ. યુઆઈડીએઆઈ તરફથી હાજર વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, વિકાસ એ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે લોકો ગરીબીથી મુક્ત છે. બેન્ચે કહ્યું કે, એક બાજુ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવાના છે, જ્યારે બીજી બાજુ પ્રાઇવસીનો અધિકાર પણ છે. યુઆઈડીએઆઈએ હાથથી મેલુ ઉપાડવું અને વેશ્યાવૃત્તિ જેવા સામાજિક દૂષણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કાયદો હોવા છતાં આ દૂષણો સમાજમાં વ્યાપ્ત છે. કોર્ટે નાગરિકોના મૂળ અધિકારોને ઉકેલવા માટે સંતુલન બનાવવું જોઈએ.

Related posts

વડોદરામાં ૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ૪ લોકો ઝડપાયા

aapnugujarat

सुशील मोदी का मानहानि केस : 6 जुलाई को पटना जाएंगे राहुल गांधी, कोर्ट में होंगे पेश

aapnugujarat

રેલવે બુકિંગ : કુલ૧૨૦૦૦ ટિકિટ કાઉન્ટર કેશલેસ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1