Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આવકના સોર્સ નહીં છતાંય ઝાકીર નાયકના ખાતમાં ૪૯ કરોડ

મની લોન્ડરિંગના મામલામાં આરોપી અને વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદ્દેશક ઝાકીર નાયકની સામે સકંજો વધારે મજબુત કરવામાં આવી રહ્યુ છે. મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા આ ઝાકીર નાયકના આવકના કોઇ સોર્સ ન હોવા છતાં ભારતમાં તેમના બેંક ખાતામાં ૪૯ કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે. આના કારણે તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ પણ હેરાન છે. હવે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇડી દ્વારા ખાસ કોર્ટમાં નાઇકની સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. ન્યાયાધીશ એમએસ આજમીએ નાઇકની સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગ ફરિયાદ હેઠળ આની ગંભીર નોંધ લીધી હતી. ઝાકીર નાયક હાલમાં મલેશિયામાં રહે છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર દુનિયામાં ફરીને પોતાના ઉપદેશ મારફતે જંગી આવક મેળવી રહેલા ઝાકીર નાયકની સંપત્ત પર ભારતમાં નજર રાખવામાં આવી છે. તેમની સંસ્થા પર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર દુનિયામાં ઝાકીર ફરે છે. તેના દ્વારા ઉપદેશ આપવામાં આવે છતે. ઝાકીર નાઇક પાસે કોઇ કારોબાર અથવા તો આવકના સોર્સ તરીકે કોઇ ચીજ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે આવી સ્થિતિમાં તેની પાસે ભારતીય ખાતામાં આટલી જંગી રકમ કઇ રીતે આવી છે તે તપાસનો વિષય છે. તે પોતાના ખાતામાં ૪૯ કરોડ રૂપિયા ટાન્સફર કરાવી લેવામાં સફળ રહ્યો છે. કેન્દ્રિય તપાસ સંસ્થા દ્વારા હજુ સુધી નાયકના બે સાથીઓને પકડી ચુકી છે જેમાં આમિર ગજદાર અને નજામુદ્દીન સાથકનો સમાવેશ થાય છે. ઇડી દ્વારા ૨૦૧૬માં નાયકની સામે કેસ દાખલ કર્યો હતો. ઝાકીર નાયકની સામે સકંજો મજબુત કરાયો છે.

Related posts

1 MLA, nearly 12 councillors quits TMC joins BJP

aapnugujarat

Congress launched nation-wide Save Democracy, campaign against BJP which is buying MLAs to topple democratically elected govt : HD Kumsraswamy

editor

બજેટ : પાંચ લાખની વાર્ષિક આવક પર ટેક્સ નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1