Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૪૫થી વધારે આતંકવાદીઓ હજુ ઘુસણખોરી કરવા તૈયાર

બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સના એર સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાનના નાપાક ઈરાદા અકબંધ રહ્યા છે. પાકિસ્તાને રમજાન અને ગરમીના દિવસોમાં વધુ હુમલા કરવા માટે તૈયારી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર આતંકવાદી લોન્ચપેડ ફરીવાર સક્રિય કરી દેવામાં આવ્યા છે. આમાં છુપાયેલા ૪૫ આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની તૈયારીમાં છે. બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને આ ત્રાસવાદી લોન્ચ પેડને બંધ કરી દીધા હતા. સંરક્ષણ સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે તૈયાર રહેલા ૪૫ ત્રાસવાદીઓના મોટાભાગના આતંકવાદીઓ જૈશે મોહંમદના ત્રાસવાદી છે. આ પહેલા લશ્કરે તોયબાના આતંકવાદી આ લોન્ચપેડમાં રહેતા હતા. આનું કારણ એ છે કે લશ્કરની સરખામણીમાં જૈશે મોહંમદના સંગઠનમાં સભ્યો ઓછા છે. ઘુસણખોરીમાં સરળતા રહી શકે છે. ત્રાસવાદી ગુરેજ સહિતના સેકટરથી ઘુસણખોરી કરવાની યોજના ધરાવે છે. ભારતીય હવાઈદળે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરને આતંકવાદી અડ્ડાને ફુંકી માર્યા હતા. એરફોર્સના કહેવા મુજબ આ હુમલામાં જૈશના મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનના આતંકવાદીઓ બાલાકોટનો બદલો લેવા ઈચ્છુક છે. બાલાકોટના હવાઈ હુમલામાં જૈશના ૧૭૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. વિદેશી પત્રકાર દ્વારા આ અંગેનો દાવો કરાયો છે. ૨૦થી વધુના મોત સારવાર દરમિયાન હતા. આનો મતલબ એ થયો કે ભારતના હવાઈ હુમલામાં ૨૦૦થી પણ વધુ આતંકવાદીઓના મોત થયા હતા છતાં આતંકવાદીઓ હજુ સક્રિય થયેલા છે અને હુમલાને અંજામ આપવા માટે ઈચ્છુક છે. ટુંકમાં જ કોઈ મોટા હુમલાને અંજામ આપી શકે છે.

Related posts

છત્તીસગઢના અંગૂઠા છાપ મંત્રીઃ લખતા-વાંચતા પણ નથી આવડતું..!!

aapnugujarat

मोदी सरकार की तर्ज पर किरन बेदी ने पेश किया रिपोर्ट कार्ड

aapnugujarat

अगले 3 दिन तक हड़ताल के चलते बैंक रहेंगे बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1