Aapnu Gujarat
બિઝનેસ

ફોરજી ડાઉનલોડ સ્પીડ સંદર્ભે એરટેલ જીઓથી પણ આગળ

વાયરલેસ મેપિંગ કંપની ઓપન સિગ્નલ દ્વારા જારી કરવામાં આવેલા નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતી એરટેલ ફોરજી ડાઉનલોડ સ્પીડ મામલામાં રિલાયન્સ જીઓ, વોડાફોન અને અન્ય કંપનીઓ કરતા આગળ છે. ફોરજી સ્પીડ નેટવર્કના મામલામાં તથા થ્રીજી નેટવર્કના મામલામાં ભારતી એરટેલ આગળ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રિલાયન્સ જીઓની ફોરજીના ક્ષેત્રમાં ચાલી રહેલી તીવ્ર સ્પર્ધા વચ્ચે એકંદરે સ્પીડના મામલામાં એરટેલની બિલકુલ નજીક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જીઓ દ્વારા દરરોજ ડાઉનલોડ સ્પીડ ૫.૧ એમબીપીએસ રાખવામાં આવી છે જ્યારે ભારતી એરટેલની આ સ્પીડ ૬ એમબીપીએસ રહી છે. સ્પીડના મામલામાં એરટેલ નંબર વન છે જ્યારે અન્ય નજીકના હરીફો કરતા રિલાયન્સ જીઓ ખુબ જ આગળ છે. ફોરજી ઉપલબ્ધતાના મામલામાં એરટેલ, વોડાફોન, આઇડિયા પણ સ્પર્ધામાં છે. હાલમાં જ જારી કરવામાં આવેલા નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જીઓની સેવામાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. થ્રીજી મોબાઇલ ડેટા સર્વિસ વગર ફોરજી નેટવર્કની જીઓ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. જ્યાં સુધી આઈડિયા અને વોડાફોનની વાત છે. આ ટેલિકોમ ઓપરેટરો અન્ય ક્ષેત્રોની સરખામણીમાં ઘણી જગ્યાએ અન્યોથી આગળ છે. ફોરજી સ્પીડની દ્રષ્ટિએ આઈડિયા પશ્ચિમ અને પૂર્વીય ઉત્તરપ્રદેશમાં પ્રથમ સ્થાન પર જ્યારે વોડાફોન ગુજરાત અને તમિળનાડુમાં પ્રભુત્વ ધરાવે છે. રિપોર્ટમાં દેશમાં ફોરજી સ્પીડના સંદર્ભમાં પણ માહિતી રજૂ કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, ફોરજી ઉપલબ્ધતા દેશના જુદા જુદા ભાગોમાં ઝડપથી પહોંચી રહી છે. એરટેલની ફોરજી સ્પીડ પણ ઝડપથી વધી રહી છે. અન્ય ત્રણ ઓપરેટરો જીઓ, આઈડિયા અને વોડાફોનનો દેખાવ પણ શાનદાર રહ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એરટેલે ૯.૩ એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ સાથે થોડાક સમય પહેલા ફોરજી સ્પીડના મામલામાં તાજ જીતી લીધો હતો. વૈશ્વિક ફોરજી ડાઉનલોડ સ્પીડ ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં ઓછી રહી છે. વિશ્વમાં આની સ્પીડ ૧૬.૯ એમબીપીએસની આસપાસની છે. બીજી બાજુ ભારતમાં આ સ્પીડ હજુ પણ ખુબ પાછળ દેખાઈ રહી છે. ફોરજી સ્પીડને લઇને અભ્યાસ કરવામાં આવ્યા બાદ ૮૮ દેશોની યાદીમાં ભારત સૌથી છેલ્લા ક્રમાંક ઉપર છે. ઓપન સિગ્નલના તારણો જુદા જુદા લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસ ઉપર આધારિત છે. પહેલી ડિસેમ્બર ૨૦૧૭થી લઇને ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૮ના ગાળામાં ૭૩૬૫૭૧ લોકોને આવરીલઇને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તારણો જારી કરવામાં આવ્યા બાદ ફરી એકવાર એરટેલે પોતાની કુશળતા સાબિત કરી છે. બીજી બાજુ આઈડિયા અને વોડાફોને પણ પોતાની પ્રતિષ્ઠા સ્પીડના મામલામાં જાળવી રાખી છે.

Related posts

વિશ્વના ટોચના ૧૫ અબજોપતિઓમાં મુકેશ અંબાણી ૧૩માં સ્થાને

aapnugujarat

ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધતી છેતરપિંડીથી ગૃહ મંત્રાલય ચિંતિત

aapnugujarat

अब महंगी हो जाएगी एसयुवी कार में सेस बढ़ाने की तैयारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1