Aapnu Gujarat
રાષ્ટ્રીય

નાસિક પ્રેસમાં ૫૦૦ના દરની નોટની પ્રિન્ટિંગ ફરી શરૂ થઈ

રૂપિયાની ૫૦૦ની નોટને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી છે. એટીએમ ખાલીખમ દેખાઈ રહ્યા છે ત્યારે નવેસરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નાસિક સ્થિત કરન્સી નોટ પ્રેસમાં નવેમ્બર બાદથી ૫૦૦ રૂપિયાની નોટ છાપવામાં આવી નથી જ્યારે રૂપિયા ૨૦૦, ૧૦૦ અને ૨૦ રૂપિયાના દરની નોટ પણ ઓછા પ્રમાણમાં છાપવામાં આવી રહી છે. નવેસરના અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગને બંધ કરવામાં આવી હતી જ્યારે આ વર્ષે પહેલ એપ્રિલના દિવસે ૨૦૦, ૧૦૦ અને ૨૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગને બંધ કરવામાં આવી હતી. ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગ બંધ કરવામાં આવી હતી. કારણ કે નાસિક કરન્સી નોટ પ્રેસે ૨૦૧૭-૧૮ માટે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલી ૧૮૦૦ મિલિયન નંગના ટાર્ગેટને પહોંચી વળવામાં નાસિક પ્રેસને સફળતા હાથ લાગી હતી. આવી જ રીતે પહેલી એપ્રિલના દિવસે ૨૦ રૂપિયા અને ૧૦૦ રૂપિયાના દરની કરન્સી નોટની પ્રિન્ટિંગને બંધ કરવામાં આવી હતી. કારણ કે, નવી ડિઝાઈન આ નોટ માટે પ્લાન કરવામાં આવી ચુકી છે. જ્યાં સુધી ૨૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગની વાત છે. આરબીઆઈએ મધ્યપ્રદેશમાં સીએમપી-દેવાસને આદેશ આપી દીધો છે. નાસિકમાં પ્રોડક્શન બંધ કરવામાં આવ્યા બાદ આ આદેશ આરબીઆઈ તરફથી જારી કરવામાં આવ્યો હતો. નાસિકમાં હાલમાં માત્ર રૂપિયા ૧૦ અને ૫૦ના દરની નોટ પ્રિન્ટિંગ કરવામાં આવી રહી છે. નાસિકમાં સુત્રોએ કહ્યું છે કે, દરરોજ નોટ પ્રોડક્શનનો આંકડો ૧૮ મિલિયન પીસના બદલે હવે ૧૦ મિલિયન પીસ થઇ ગયો છે. સીએનપી નાસિક ખાતે સક્રિય લોકોનું કહેવું છે કે, ૧૬મી એપ્રિલ બાદથી સીએનપી નાસિકમાં ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગની કામગીરી ફરી શરૂ કરવામાં આવી ચુકી છે પરંતુ દરરોજ પ્રિન્ટિંગનો આંકડો ઓછો છે. આવી સ્થિતિમાં સ્થિતિને સુધારવામાં હજુ ચાર-પાંચ દિવસ સુધીનો ગાળો લાગી શકે છે. ગુજરાત સહિતના રાજ્યોમાં એટીએમમાં રોકડની કટોકટી ગ્રામિણ વિસ્તારોમાં વધારે જોવા મળી રહી છે. બીજી બાજુ શહેરી વિસ્તારોમાં આ સમસ્યા અમુક રાજ્યોમાં નહીવત છે જ્યારે કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કવાયત શરૂ કરાઈ છે.

Related posts

शोपियां में तीन आतंकी ढेर

aapnugujarat

લાંચ આપનારને ૭ વર્ષની કેદ કરતો કાયદો અમલમાં આવ્યો

aapnugujarat

ભાજપ સરકારે ટીવી પર સૌથી વધુ એડ આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1