Aapnu Gujarat
બિઝનેસ

૨૦૦૦ રૂપિયાની ૬ લાખ ૭૦ હજાર કરોડની નોટ છે

આર્થિક મામલાઓના સચિવ એસસી ગર્ગે આજે કહ્યું હતું કે, સ્થાનિક મેનેજમેન્ટ સાથે સંબંધિત આ સમસ્યા છે. દેશમાં ૪૦૦૦ કરન્સી ચેસ્ટ છે. ત્યાં જ પૈસા આવે છે અને મુકવામાં આવે છે ત્યાંથી જ અન્ય જગ્યા પર મોકલવામાં આવે છે જેથી દરેક ચેસ્ટની મોનિટરી થઇ રહી છે જે ચેસ્ટમાં કેશની કમી થઇ રહી છે તે વિસ્તારમાં જ પુરતા નાણા પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, નોટબંધીના સમયે ૧૭.૫૦ લાખ કરોડ રૂપિયાના નોટ સરક્યુલેશનમાં હતા પરંતુ હવે ૧૮ લાખ કરોડ રૂપિયાની નોટ સરક્યુલેશનમાં છે જે જરૂર કરતા વધારે છે. એક પ્રશ્નના જવાબમાં ગર્ગે કહ્યું હતું કે, ૨૦૦૦ રૂપિયાની નોટની કમી આવી છે. જો કે, ફરીથી કાળા નાણા જમા થઇ રહ્યા હોવાના અહેવાલને રદિયો આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં સિસ્ટમ ૨૦૦૦ રૂપિયાની છ લાખ ૭૦ હજાર કરોડ નોટ છે. આ સંખ્યા પુરતા પ્રમાણમાં છે. અમને પણ માહિતી છે કે, ૨૦૦૦ રૂપિયાની નોટ સરક્યુલેશનમાં ઘટી છે. આની કોઇ ચકાસણી કરાવી નથી પરંતુ અંદાજ છે કે, મોટી નોટ જમા કરવામાં સરળતા રહે છે જેથી લોકો બચતની રકમ ૨૦૦૦ રૂપિયાની નોટમાં જ જમા કરે છે.

Related posts

GST collections reached 1 lac crore in May 2019

aapnugujarat

૧લી એપ્રિલથી મોંધવારીમાં ભડકાનાં એંધાણ

editor

૨૦૨૧માં ચીનનો ૧૦૦ અબજ ડોલરનો માલ ભારતમાં ઠલવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1